Sidhu will go on a hunger strike against the state govt if it doesn't make public the reports on drugs menace & the sacrilege incident
રાજકારણ /
મુખ્યમંત્રી ચન્ની આ કામ કરે નહીં તો કરીશ ભૂખ હડતાળ', સિદ્ધુએ પોતાની જ સરકાર વિરૂદ્ધ શસ્ત્ર ઉગામ્યું
Team VTV06:32 PM, 25 Nov 21
| Updated: 06:37 PM, 25 Nov 21
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ગુરુવારે એક જનસભાને સંબોધિત કરતા પોતાની જ સરકાર વિરુદ્ધ ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપી છે.
નવજોતસિંબ સિદ્ધુએ પોતાની જ સરકાર વિરૂદ્ધ મોરચો ખોલ્યો
સિદ્ધુએ પોતાની સરકાર વિરૂદ્ઘ ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી આપી
સરકાર સિદ્ધુની માંગ કરી ડ્રગ્સ કેસ સહિતના અહેવાલ સાર્વજનિક કરે
#WATCH | Punjab Congress chief Navjot Singh Sidhu says he will go on a hunger strike against the state govt if it doesn't make public the reports on drugs menace & the sacrilege incident pic.twitter.com/xfb0cb2xuG
સિદ્ધુએ વધુ એક ગુગલી ફેંકીને પંજાબના CM ચન્નીની મુશ્કેલીઓ વધારી
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ વધુ એક ગુગલી ફેંકીને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ વધારી દીધી છે. સિદ્ધુએ ગુરવારે એક જન સભાને સંબોધિત કરતાં કહ્યું કે, તેમને પોતાની જ સરકાર વિરૂદ્ધ ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી આપી હતી. સિદ્ઘુએ વધુમાં ઉમેર્યું કે, જો પંજાબ સરકાર રાજ્યમાં ડ્રગ્સની સમસ્યા અને અપમાનના મામલે તૈયાર રિપોર્ટને સાર્વજનિક ના કરે તો મારે ભૂખ હડતાલ પર બેસવું પડશે
સિદ્ધુ આ પહેલા ફાસ્ટવે પર કાર્યવાહી કરવાની માંગ કરી ચુક્યા છે
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ કેબલ ટીવી કંપનીને ફાસ્ટવે લઈને સરકાર વિરૂદ્ધ મોર્ચો ખોલી ચુક્યા છે. તેમણે ફાસ્ટવે પર ટેક્સ ચોરીનો આરોપ લગાવતાં કહ્યું કે, પંજાબ સરકાર આ મામમેલ કોઈ નક્કર કાર્યવાહી માંગણી કરી હતી. તેમણે જણાવ્યું કે, પંજાબમાં કેબલ ટીવી નેટવર્ક પર ફાસ્ટવેનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવે અને કેબલ ઓપરેટરોને આ ઝંઝટમાંથી મુક્તી આપવી શકાય
સિદ્ધુના આગ્રહને કારણે એડવોકેટ જનરલને હટાવવા પડ્યા હતા.
આ પહેલીવાર નથી કે જ્યારે પંજાબમાં સિદ્ધુ Vs ચન્ની વચ્ચે લડાઈ જોવા મળી હોય. પંજાબના એડવોકેટ જનરલ એપીએસ દેઓલ અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે અપમાન અને ડ્રગ્સ કેસને લઈને ઝઘડો પણ થયો હતો. સિદ્ધુનું દબાણ હતું કે સીએમ ચન્નીને પંજાબના એડવોકેટ જનરલને હટાવવા પડ્યા. સિદ્ધુએ કહ્યું હતું કે, 'અમારી કોંગ્રેસ પાર્ટી અપમાનના મામલામાં ન્યાય આપવાના વચન સાથે સત્તામાં આવી હતી. જેમાં તમે મુખ્ય કાવતરાખોરો વતી હાઈકોર્ટમાં હાજર થયા હતા અને અમારી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સિદ્ધુની પસંદગી દીપેન્દ્ર સિંહ પટવાલિયાને એપીએસ દેઓલની જગ્યાએ પંજાબના એડવોકેટ જનરલ બનાવવામાં આવ્યા છે.