બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 02:41 PM, 1 April 2019
સામાન્ય રીતે આપણે દીવ માત્ર મોજ-મસ્તી કરવા જતા હોઇએ છીએ. દરિયાની મજા જ કંઇક અલગ હોય છે, ફરવાલાયક સ્થળો તો ઘણા છે જેવા દીવવા બીચ, કિલ્લા અને ચર્ચ... ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે દીવ ગયા હશો, પણ દીવમાં મંદિર જવાનો વિચાર ક્યારેય આવ્યો છે? કદાચ ના.
શુ તમે જાણો છો કે દીવમાં શંકર ભગવાનનું એક મંદિર આવેલુ છે. જ્યાં સમુદ્રના મોજા આખો દિવસ શિવલિંગ પર જળાભિષેક કરે છે.
ADVERTISEMENT
દીવથી 3 કિલોમીટરના અંતરે આવેલા ફુદમ ગામમાં ગંગેશ્વર મંદિર આવેલુ છે. શંકર ભગવાનને સમર્પિત આ મંદિર દરિયા કિનારે આવેલું છે. આ મંદિરમાં પાંચ શિવલિંગ આવેલા છે. જેના પર દરિયાદેવ સ્વયં જળાભિષેક કરે છે. નાનકડી ગુફામાં આવેલા આ મંદિરમાં ભક્તિનો સાગર વહે છે. મંદિરમાં પગ મૂકતાની સાથે જ આહ્લાદક અનુભવ થાય છે. મંદિરમાં પ્રવેશતાં જ એવું લાગે કે જાણે સમુદ્ર તમારા માટે શિવલિંગ પર જળાભિષેક કરી તેને સ્વચ્છ કરે છે તેના પર પુષ્પો અને બિલિપત્રો અર્પણ કરો તો બીજુ મોજુ આવીને પોતાની સાથે વહાવી જાય છે.
ADVERTISEMENT
આ મંદિરમાં એક તરફ તમે ભક્તિના તરબોળ થાઓ છો ત્યારે બીજી તરફ દરિયો તમને પલાળે છે. આ અનુભવ ખૂબ જ સુખદ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, મંદિરમાં રહેલા પાંચ શિવલિંગની પૂજા પાંડવો કરતા હતા. શિવલિંગનો આકાર પણ નાનાથી મોટો પાંચેય પાંડવોની ઉંમર મુજબનો છે એટલે કે પાંડવોમાં સૌથી મોટા ભાઇ યુધિષ્ઠિરનું શિવલિંગ સૌથી મોટું અને સૌથી નાના ભાઈ સહદેવનું સૌથી નાનું શિવલિંગ. પાંડવો જ્યારે વનવાસ પર નીકળ્યા હતા ત્યારે તેમણે અહીં આ શિવલિંગોની સ્થાપના કરી હતી તેમ કહેવામાં આવી રહ્યુ છે.
ગંગેશ્વર મંદિરમાં જાઓ તો ત્યાંથી બહાર નીકળવાનું મન ન થાય તેવો માહોલ હોય છે. ઘૂઘવાતો દરિયો પક્ષીઓનો કલરવ અને હવાની લહેરખી તમારું મન ખુશ કરી દેશે. ભક્તિ અને કુદરતી સૌંદર્યનો સુગમ સમન્વય અહીં જોવા મળશે. એટલે હજુ સુધી આ મંદિરની મુલાકાત ન લીધી હોય તો ચોક્કસથી એડ કરી લો. હવે દીવ જાઓ ત્યારે આ મંદિરે દર્શન કર્યા વિના પરત ન આવતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.