બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / Shivalik Group Added Rs 300 crore funding through SEBI-approved Category II AIF in real estate investment

Shivalik Group / શિવાલિક ગ્રૂપે રૂપિયા 300 કરોડના ભંડોળ સાથે સેબી દ્વારા માન્ય કેટેગરી II ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ રોકાણ ફંડ (AIF) દ્વારા રિયલ એસ્ટેટ રોકાણ વર્ટિકલનો ઉમેરો કર્યો

Megha

Last Updated: 08:46 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે તાજેતરમાં જ શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કેટેગરી IIAIF તરીકે SEBI તરફથી નિયમનકારી મંજૂરી પ્રાપ્ત કરી છે.

  • શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે SEBI તરફથી નિયમનકારી મંજૂરી પ્રાપ્ત કરી.
  • AIFનો લક્ષ્ય પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા 300 કરોડ રૂપિયા સુધી ફંડ એકત્ર કરવાનો છે. 
  • આ ભંડોળનું સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટરમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કરવામાં આવશે. 

 

Shivalik Group: અમદાવાદના એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે તાજેતરમાં જ તેના પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કેટેગરી IIAIF તરીકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તરફથી નિયમનકારી મંજૂરી પ્રાપ્ત કરી છે. (સેબી નંબર: IN/AIF2/23-24/1441)

પ્રસ્તાવિત AIFનો લક્ષ્ય પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા 300 કરોડ રૂપિયા સુધી ફંડ એકત્ર કરવાનો છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ મેનેજરની મુનસફી મુજબ 150 કરોડ રૂપિયાના ગ્રીન શૂ ઓપ્શનનો સમાવેશ થાય છે. આ ફંડ સ્થાનિક રોકાણકારોના વિવિધ જૂથમાંથી ભંડોળ એકત્ર કરશે, જેમાં વ્યક્તિઓ, ફેમિલી ઓફિસ,HUF, ઉચ્ચ નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ, પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યૂટ્સ, ભારતમાં અન્ય બોડી કોર્પોરેટ અથવા નોન-કોર્પોરેટનો સમાવેશ થાય છે.

આ ભંડોળનું સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટરમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે લેન્ડ હોલ્ડિંગ, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને આ ક્ષેત્રમાં નવા ટ્રેન્ડ સાથે સંકળાયેલી એન્ટીટીમાં રોકાણ કરાશે. શિવાલિક ગ્રૂપના AIFનો પ્રાથમિક લક્ષ્ય તેના રોકાણકારો માટે કરન્ટ ઈન્કમ પૂરી પાડવાની સાથે સાથે રિયલ એસ્ટેટ સેક્ટરની એન્ટિટીમાં રોકાણ મારફત લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ પેદા કરવાનો છે.

અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં શિવાલિક ગ્રૂપના 25 વર્ષના પરિવર્તનકારી યોગદાનને ધ્યાનમાં રાખતા આ બાબત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

રિયલ એસ્ટેટ બિઝનેસની સમગ્ર ઇકો સિસ્ટમને સંસ્થાકીય બનાવવાના પ્રયાસોમાં શિવાલિક ગ્રૂપે વેલ્યૂ-એડેડ શિક્ષણ આપવાથી માંડીને બાંધકામ ટેક્નોલોજીમાં ઈનોવેશન, ફર્નિચરના ઉત્પાદન, આંતરિક સોલ્યુશન અને હોસ્પિટાલિટી સુધી રિયલ એસ્ટેટ વેલ્યૂ ચેઈનમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

તેના ભાગરૂપે શિવાલિક ગ્રૂપે તાજેતરમાં જમીન અને રિયલ એસ્ટેટના વિકાસમાં સંકળાયેલી સંસ્થાઓમાં પ્રારંભિક તબક્કામાં રોકાણ માટે આ ફિલ્ડમાં તેમની કુશળતાનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફોર્મલ ઈન્વેસ્ટમેન્ટ શાખા સ્થાપી છે. 

શિવાલિક ગ્રૂપના સ્થાપક અને એમડી ચિત્રક શાહે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડની સ્થાપના અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે લેન્ડ ડેવલપમેન્ટના પ્રારંભિક તબક્કામાં અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અન્ય તકોમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે અમદાવાદ શહેરની વૃદ્ધિગાથામાં ભાગ લેવા AIF એક અદભૂત તક હોવા પર ભાર મૂક્યો હતો. 

વૈશ્વિક કંપનીઓ તરફથી આ શહેરમાં ખૂબ સક્રિય રસ જોવા મળી રહ્યો છે. અમદાવાદને દેશના સૌથી વધુ પસંદગીના શહેરોમાંથી એક બનાવવા માટે ઘણી સરકારી પહેલનો લાભ મળી રહ્યો છે.

શિવાલિક ગ્રૂપના (MD) તરલ શાહે સર્વાંગી ગ્રોથનું વિઝન રજુ કર્યું હતું જેમાં રોકાણકારોને આ ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા શહેરના વિકાસનો ભાગ બનવાની તક આપી હતી. 

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અઢી દાયકાનો અનુભવ ધરાવતા શિવાલિક ગ્રૂપે કેટલાક મહત્ત્વના માઈક્રો બજારો વિકસાવવામાં અને અમદાવાદની સ્કાયલાઇનને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે 15 મિલિયનથી વધુ ચોરસ ફૂટના ટકાઉ અને ગ્રીન ડેવલપમેન્ટનું નિર્માણ કરીને 75+ લેન્ડમાર્કની રચના કરી છે. શિવાલિક ગ્રૂપે ગિફ્ટ સિટીમાં પણ લગભગ 4 મિલિયન ચો.ફૂટ. ડેવલપમેન્ટ દ્વારા પોતાની હાજરી વિસ્તારી છે. 

આ AIF એન્વાયર્નમેન્ટલ, સોશિયલ અને કોર્પોરેટ ગવર્નન્સ (ESG) સિદ્ધાંતોને અનુરૂપ, ટકાઉ અને સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રના બહુવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ