બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Shcool can not open till diwali in Gujarat beause of covid
Gayatri
Last Updated: 01:31 PM, 14 September 2020
ADVERTISEMENT
રાજ્યમાં શાળાઓ ખોલવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં દિવાળી સુધી શાળા નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ દિવાળી બાદ શાળાઓ ખોલવી કે નહીં તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. દિવાળી બાદ શાળાઓ ખોલવા અંગે સ્થિતિને જોઈને નિર્ણય લેવાશે. આ અંગે ગાંધીનગરની બેઠકમાં ચર્ચા થઈ રહી છે. માર્ચ 2020થી શાળાઓ બંધ છે. શાળા નહીં ખોલવાના નિર્ણયને વાલીઓ અને સંચાલકોનો આવકાર સાંપડ્યો છે. રાજ્યમાં કોરોનાની વક્રરેલી સ્થિતિને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવશે.
ગુજરાતમાં સ્કુલો ખુલવાને લઇને મોટા સમાચાર: રાજયમાં દિવાળી પહેલા શાળાઓ નહી ખૂલે, રાજ્ય સરકાર આજે નિર્ણય લે તેવી શક્યતા#Gujarat @imBhupendrasinh #school @CMOGuj@vijayrupanibjp pic.twitter.com/vtsuwVMOSQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2020
ADVERTISEMENT
ગાંધીનગરમાં બેઠક યોજાઈ છે
GCERT ખાતે શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ જેમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા થઈ હતી અને શાળાની ગ્રાન્ટ કાપવામાં આવે છે તે બાબતે પણ ચર્ચા થઇ હતી. શિક્ષકની 5 વર્ષની નોકરી સળંગ કરાય તે બાબતે પરિપત્ર કરાશે બિન શૈક્ષણિક કર્મચારીની ભરતીનો પ્રશ્ન હલ થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તદ્ઉપરાંત અભ્યાસના ઘટાડા બાબતે ફરી બેઠક કરવામાં આવશે. ટુંક જ સમયમાં સતાવાર રીતે આ અંગે જાહેરાત કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT