share market open with downtrend sensex dips more then 200 points nifty also slips
શેરબજારમાં હાહાકાર /
ઓપનિંગ થતા જ સેન્સેક્સ આટલાં પોઇન્ટથી ઘટી નીચે સરક્યો, નિફ્ટી પણ ડાઉન
Team VTV10:34 AM, 11 Mar 22
| Updated: 11:10 AM, 11 Mar 22
નબળા વૈશ્વિક સંકેતોના કારણે આજે ભારતીય બજાર માટે ઓપનિંગ સમયના સંકેત સારા નથી. ગઈ કાલે રાત્રે અમેરિકી બજારોમાં જોવા મળેલા જોરદાર ઘટાડાની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળશે. આજે એશિયન બજારોમાંથી પણ ખરાબ સંકેતો મળ્યા છે.
ભારતીય બજાર માટે ઓપનિંગ સમયના સંકેત સારા નહીં
એશિયન બજારોમાંથી પણ ખરાબ સંકેતો મળ્યા
સેન્સેક્સ 200 અંકથી તૂટી 55218 પર ખુલ્યો
જાણો કેવી રીતે ખુલ્યું બજાર?
સેન્સેક્સે આજે 245 પોઈન્ટના ઘટાડા સાથે 0.44 ટકાથી નીચે ટ્રેડિંગની શરૂઆત થઇ અને તે 55,218 ના સ્તર પર ખુલ્યું છે. બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો તે 66.10 પોઈન્ટના ઘટાડા સાથે 16528 પર ખુલ્યો છે. બેંક નિફ્ટીમાં આજે ઓપનિંગની મિનિટોમાં જ ઘટાડો નોંધાયો.
જાણો કેવી છે નિફ્ટીની ચાલ?
આજના કારોબાર પર જો નજર કરીએ તો કારોબાર શરૂ થયાની શરૂઆતની મિનિટોમાં જ નિફ્ટીના 50માંથી 23 શેરોમાં તેજી રહી છે અને 27 શેરો ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. જો તમે બેન્ક નિફ્ટી પર નજર નાખશો તો તે 30.50 પોઈન્ટ એટલે કે 34,506 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
સેક્ટોરિયલ ઇન્ડેક્સ
બેન્ક, ઓટો, એફએમસીજી, આઈટી, ઓઈલ એન્ડ ગેસ અને ફાઈનાન્સિયલ સેક્ટરમાં મામૂલી ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે પરંતુ સૌથી વધુ ઘટાડો આજે ઓટો શેરોમાં જોવા મળી રહ્યો છે. નિફ્ટીના વધતા સેક્ટરની વાત કરીએ તો મેટલ શેરોમાં સૌથી વધુ 1.25 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. મીડિયા શેરો પણ 1.14 ટકાના નોંધપાત્ર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
આજે કયા શેરમાં વધારો થયો?
ટાટા સ્ટીલ 2 ટકા તો JSW સ્ટીલ 1.35 ટકાથી ઉપર છે. કોલ ઈન્ડિયા 1.20 ટકા, હિંડાલ્કો 1.18 ટકા અને બીપીસીએલ લગભગ 1 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
શેરોમાં ઘટાડો થવાની સ્થિતિ
આજના ઘટતા શેરોની જો વાત કરીએ તો, ટાટા મોટર્સ 1.70 ટકા અને ટાટા કન્સોર્ટિયમ 1.26 ટકા ઘટ્યાં છે. મારુતિ 1.18 ટકા અને નેસ્લે ઇન્ડસ્ટ્રીઝ 0.95 ટકાની નબળાઈ દર્શાવે છે. HUL 0.6% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
પ્રી-ઓપનિંગમાં માર્કેટ કેવું રહ્યું?
જો આપણે પ્રી-ઓપનિંગમાં બજારની મૂવમેન્ટ પર નજર કરીએ તો આજે સેન્સેક્સ 245 પોઈન્ટના ઘટાડા સાથે 0.44 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. આજે પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ 55,218 ના સ્તર પર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. એ સિવાય NSE નો નિફ્ટી 66.10 પોઈન્ટના ઘટાડા સાથે 16528 પર ટ્રેડ કરી રહ્યો છે.
જાણો ગઈ કાલે બજાર કેવી રીતે બંધ હતું?
ગઈ કાલે સેન્સેક્સ 55,464 ના સ્તર પર અને NSE નિફ્ટી 16594 ના સ્તર પર બંધ થયા છે.