બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / sharad pawar big announcement opposition parties may fight 2024 election together

રાજકારણ / મિશન 2024: શરદ પવારે આપી જીતની ફોર્મ્યુલા: કહ્યું વિપક્ષ આ કામ કરશે તો હારશે મોદી સરકાર

Pravin

Last Updated: 05:40 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરદ પવારે 2024ની લોકસભા ચૂંટણીને લઈને મોટી વાત કરી હતી. તેમણે મિશન 2024 માટે જીતની ફોર્મ્યુલા આપી છે.

  • શરદ પવારે વિપક્ષને આહ્વાન કર્યું
  • 2024ની ચૂંટણીમાં જીતવા માટે ફોર્મ્યુલા બતાવી
  • મોદી સરકાર પર કર્યા આકરાં પ્રહાર


શરદ પવારે 2024ની લોકસભા ચૂંટણીને લઈને મોટી વાત કરી હતી. તેમણે મિશન 2024 માટે જીતની ફોર્મ્યુલા આપી છે. તેમણે કહ્યું કે, 2024ની ચૂંટણી વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને લડી શકે છે. તેમણે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ કાર્યક્રમો અંતર્ગત એકજૂટ થઈ શકે છે. હકીકતમાં જોઈએ તો, શરદ પવાર મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષને એકજૂટ કરવામાં લાગેલા છે. આ જ ક્રમમાં તેમણે હાલમાં નિવેદન આપ્યું છે.  

તેમનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે તેમણે એવું કહેતા ખુદ પ્રધાનમંત્રીની રેસમાંથી બહાર કરી દીધા હતા કે દેશની સત્તાની કોઈ જવાબદારી આગળથી તેઓ સ્વિકારશે નહીં અને તેમની આવી કોઈ ઈચ્છા પણ નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે, કેન્દ્રના દમનની વિરુદ્ધ તેઓ તમામ વિપક્ષી પાર્ટીઓને એકજૂટ કરવાનું કામ કરશે. 

તેમણે એવું પણ કહ્યું કે, તેમને એ નથી ખબર કે તેમની આંગળી પકડનારા દેશ પર આવી રીતે ભારે પડશે. હકીકતમાં તેમને એ સવાલ કરવામાં આવ્યો હતો કે, નરેન્દ્ર મોદીએ બારામતીમાં કહ્યું હતું કે, તેઓ શરદ પવારની આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા. આ જ સવાલ પર પવારે જવાબ આપ્યો હતો. શરદ પવારે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે, એક પણ વચન પુરુ કર્યુ નથી. શરદ પવારે કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટીઓ સાથે લાવવા અને ભાજપ વિરુદ્ધ જનમત તૈયાર કરવા માટે રાષ્ટ્રીય સ્તર પર પ્રયાસ થઈ રહ્યા છે. હું ફક્ત ભાજપ વિરુદ્ધ જનમત ઊભો કરવા માટે વિપક્ષી દળોને સાથે લાવવાની કોશિશ કરીશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ