Shahrukh Khans name among the top 5 richest actors in the world know how much is his earnings
ગજબ /
દુનિયાના ટોપ 5 સૌથી અમીર એક્ટર્સમાં શાહરુખ ખાનનું નામ, જાણો કેટલી છે કમાણી
Team VTV01:14 PM, 10 Jan 23
| Updated: 04:08 PM, 10 Jan 23
મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ જ નહીં પરંતુ કમાણીના મામલે પણ બાદશાહ બની ગયા છે. દુનિયાના 5 સૌથી અમીર એક્ટરની લિસ્ટમાં કિંગ ખાનનું નામ શામેલ થઈ ગયું છે.
ફેન ફોલોઈંગની સાથે કમાણીના મામલે પણ બાદશાહ છે શાહરૂખ
5 સૌથી અમીર એક્ટરની લિસ્ટમાં શાહરૂખ ખાનનું નામ
જાણો કેટલા કરોડની કરે છે કમાણી
બોલિવૂડના મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનની દમદાર એક્ટિંગના લોકો ફેન છે. શાહરૂખની જબરદસ્ત ફેન ફોલોઈંગ ભારત ઉપરાંત વિદેશમાં પણ જોવા મળે છે. જો ઈન્ડસ્ટ્રીના ટોપ સુપરસ્ટાર્સની વાત કરીએ તો કિંગ ખાનનું નામ ટોપમાં સામેલ છે. એક્ટિંગની સાથે સાથે શાહરૂખ કમાણી મામલે પણ બાદશાહ છે.
આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ ખાન વિશ્વના સૌથી અમીર એક્ટર્સની લિસ્ટમાં ટોપ 5માં સામેલ થઈ ગયો છે. આ મામલે શાહરૂખે હોલીવુડના ઘણા દિગ્ગજ સેલેબ્સને પાછળ છોડી દીધા છે.
રિયલ લાઈફમાં 'રઈસ' છે શાહરૂખ ખાન
રીલ લાઈફમાં ફિલ્મ 'રઈસ' દ્વારા ફેંસનું દિલ જીતનાર શાહરૂખ ખાન હવે રિયલ લાઈફમાં પણ રઈસીની બાબતમાં આગળ નીકળી ગયો છે. હકીકતે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે તાજેતરમાં તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વિશ્વના 8 સૌથી અમીર એક્ટર્સની યાદી શેર કરી છે. આ યાદી અનુસાર શાહરૂખ ખાન હિન્દી સિનેમાના એકમાત્ર કલાકાર છે જે આ યાદીમાં ચોથા નંબર પર છે.
Richest actors in the world:
🇺🇸 Jerry Seinfeld: $1 Billion
🇺🇸 Tyler Perry: $1 Billion
🇺🇸 Dwayne Johnson: $800 million
🇮🇳 Shah Rukh Khan: $770 million
🇺🇸 Tom Cruise: $620 million
🇭🇰 Jackie Chan: $520 million
🇺🇸 George Clooney: $500 million
🇺🇸 Robert De Niro: $500 million
આ ટ્વીટની માહિતી અનુસાર, શાહરૂખની કુલ સંપત્તિ 770 મિલિયન ડોલર છે, જેની કિંમત ભારતીય રૂપિયા અનુસાર 6 હજાર 300 કરોડથી વધુ હશે. આવી સ્થિતિમાં હવે કિંગ ખાનના નામે વધુ એક મોટી સફળતા નોંધાઈ છે.