ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Sensex dives over 400 points Nifty below 10900

ઘટાડો / નબળી જીડીપીના મારથી શેરબજાર ધડામઃ સેન્સેક્સમાં 770 અંકનું ગાબડું

Published By: Divyesh

Last Updated: 05:13 PM, 3 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બેંક વિલયની જાહેરાતની અસર મંગળવારે જોવા મળી હતી. મંગળવારે શેર બજારમાં જોરદાર ગાબડું પડ્યું હતું, આ સાથે જ દેશના GDP દરમાં નોંધાયેલ ઘટાડાને લીધે પણ બજાર પ્રભાવિત થયું હતું.

ADVERTISEMENT

દિવસભરના કારોબાર બાદ મંગળવારે શેરબજાર લાલ નિશાન બંધ થયો હતો, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્ષ સેન્સેક્સ 769.88 અંક એટલે કે 2.06 ટકાના કડાકા બાદ 36,562.91 ના સ્તર પર બંધ થયો હતો. આ તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 225.40 અંક એટલે કે 2.04 ટકાના કડાકા બાદ 10,797.90 ના સ્તર પર બંધ થયું 

જીડીપીના નબળા આંકડાની જાહેરાત અને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ ઉગ્ર બનતાં આજે બજારનો મૂડ વધુ બગડ્યો હતો. આજે સેન્સેક્સ ૧૫૧ પોઇન્ટના કડાકા સાથે ૩૭,૧૮૧ પર અને નિફ્ટી ૬૨ પોઇન્ટના ઘટાડા સાથે ૧૦,૯૬૦ પર ખૂલી હતી.

પરંતુ ત્યાર બાદ સેન્સેક્સ અને નિફટીમાં સતત ઘટાડો ચાલુ રહ્યો છે અને આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૪૩૪ પોઇન્ટના કડાકા સાથે ૩૬,૮૯૭ પર અને નિફ્ટી ૧૨૯ પોઇન્ટના ગાબડા સાથે ૧૦,૮૯૩ પર ટ્રેડ કરી રહી છે.
 



નિફ્ટી પર આઇટીને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ રેડ ઝોનમાં છે. મેટલ અને બેન્કિંગ શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ બે ટકાથી વધુ તૂટ્યા છે. ઓટો, એફએમસીજી, પ્રાઇવેટ બેન્ક અને રિયલ્ટી ઇન્ડેક્સમાં ૧.૫ ટકાની આસપાસ ઘટાડો જોવા મળ્યો છે. 

ટાટા મોટર્સ ૩.૫ ટકા અને ટાટા સ્ટીલ ૨.૫ ટકા ઘટ્યા છે. એમએન્ડએમ અને ઓએનજીસીમાં પણ ૨.૫ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટીસીએસ, ટેક મહિન્દ્રા અને હીરો મોટો કોર્પમાં એક ટકાથી વધુ તેજી છે.

ઓઇલ અને ગેસ શેરમાં પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે. બેન્કિંગ શેરમાં ભારે વેચવાલીને લઇ બેન્ક નિફ્ટી ૧.૨૬ ટકા તૂટીને ૨૭,૦૮૦ પર ટ્રેડ કરી રહી છે. આઇટી શેરથી બજારને થોડો સહારો મળી રહ્યો છે.
 


રૂપિયામાં ૫૬ પૈસાનો મોટો કડાકો
રૂપિયાની શરૂઆત આજે મોટા કડાકા સાથે થઈ હતી. ડોલર સામે રૂપિયો ૫૬ પૈસા તૂટીને ૭૧.૯૬ની સપાટીએ ખૂલ્યો હતો. છેલ્લા ટ્રેડિંગમાં જોકે રૂપિયો ૪૦ પૈસા વધીને ડોલર સામે ૭૧.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Down bse sensex ડાઉન બીએસઇ સેન્સેક્સ Sensex

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ