પાખંડી આશુ મહારાજ નીકળ્યો આસિફખાન: સાઇકલ રિપેરિંગની હતી દુકાન, સાધુ બની કર્યા બળાત્કાર

By : kavan 04:06 PM, 14 September 2018 | Updated : 04:06 PM, 14 September 2018
નવી દિલ્હી: આસ્થાના નામે અધર્મનો ગોરખધંધો ચલાવીતો પાખંડી આશુ મહારાજ નીકળ્યો આસિફખાન. માસૂમ યુવતીઓને પોતાની હવસનો શિકાર બનાવનાર અને રેપના આરોપી પાખંડી આશુ મહારાજની દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચે આખરે પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી લીધી છે.

જો કે, આશુ મહારાજનો પુત્ર સમર્પણ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ તેની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસ છેલ્લા કેટલાય દિવસથી આશુભાઇ ગુરુજી ઉર્ફે આસિફખાનની શોધખોળ કરી રહી હતી.

આશુભાઇ ગુરુજી ઉર્ફે આસિફખાન વિરુદ્ધ ગાઝિયાબાદની એક મહિલાએ યૌનશોષણની ફરિયાદ દાખલ કરાવી હતી. આશુભાઇને દુનિયા વિશ્વવિખ્યાત જ્યોતિષાચાર્ય, હસ્તરેખા નિષ્ણાંત અને કાળાજાદુના મહારથી માનીને કોટી કોટી નમન કરી રહી હતી. લોકો તેને દડંવત પ્રણામ કરતા હતા.

આશુ મહારાજ વાસ્તવમાં માથાથી પગ સુધી દગાખોર નીકળ્યો. તેણે માત્ર એક મહિલા અને તેની બાળકી સાથે જ છેડછાડ કરી હતી એવું નથી, પરંતુ પોતાના હજારો-લાખો ભકતોની શ્રદ્ધા સાથે ચેડાં કર્યાં હતાં.

જેને ભકતો આશુભાઇ ગુરુજી માનીને તેનાં ચરણોમાં શીશ નમાવી રહ્યા હતા. તે વાસ્તવમાં આસિફખાન નીકળ્યો છે અને તેની સાબિતી એ મતદારયાદી આપી રહી છે, જેના પર આશુભાઇ ગુરુજીની તસવીર લાગેલી છે અને લખ્યું છે કે, ઇદગાહખાનના પુત્ર આ‌િસફખાન. આ‌િસફખાન વિરુદ્ધ ગાઝિયાબાદમાં નોંધાયેલ પોલીસ કેસમાં એક મહિલાએ જણાવ્યું હતું કે તે મારી પુત્રીને નગ્ન કરીને માલિસ કરતો હતો.

એક દિવસ તે બાળકીને લાલચ આપીને પોતાના રોહિણી આશ્રમમાં લઇ ગયો હતો, જ્યાં તેણે તેના પર બળાત્કાર કર્યો હતો. વાસ્તવમાં આ‌િસફખાન ૧૯૯૦માં વજીરપુરની જેજે કોલોનીમાં એક સાઇકલ રિપેરિંગની દુકાન ચલાવતો હતો.Recent Story

Popular Story