બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Scrap policy: If there is a vehicle before 2005, Gujaratis should be careful, the government is going to take an important decision
Kiran
Last Updated: 02:58 PM, 31 July 2021
ADVERTISEMENT
રાજ્યમાં 20 વર્ષ બાદ વાહનોને સ્ક્રેપ કરવાની પોલિસી અંગે વિચારણાં હાથ ધરાઈ છે. વર્તમાનમાં જે સ્ક્રેપ પોલિસી છે જેમાં સરકાર આંશિક સુધારો કરશે બાદમાં કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી લાગુ કરી શકે છે.
કેન્દ્ર સરકારે લાગુ કરી છે સ્ક્રેપ પોલિસી
મહત્વનું છે કે લોકસભામાં બજેટ સત્રમાં સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરાઈ હતી ત્યારે બાદ રાજ્ય સરકારે સ્ક્રેપ પોલિસીના નીતિ નિયમો પર ચર્ચા શરૂ કરી છે. ગુજરાતમાં પણ કેન્દ્રના નિયમો પ્રમાણે જ પોલિસી લાગુ કરી શકાશે, જોકે તેમાં સુધારો વધારો થઈ શકે છે.
સ્ક્રેપ પોલિસીમાં રાજ્ય સરકાર કરશે સુધારો
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં અલંગ અને કચ્છ ખાતે સ્ક્રેપ વ્હીકલ પાર્ક આવેલો છે. રાજ્યમાં 20 વર્ષ થયા બાદ હવે સ્ક્રેપ પોલિસી અંગે ચર્ચા-વિચારણા થઈ રહી છે. જેને લઈ ગુજરાત સરકાર નીતિમાં સુધારો કરીને વિધાનસભામાં પોલિસના અંગે ચર્ચા કરશે. એવું મનાઈ રહ્યું છે કે નવા નિયમો પ્રમાણે વર્ષે 2005 પહેલાંના વાહનો સ્ક્રેપ થશે, જેમાં ટુવ્હીલર અને ફોર વ્હીલરને 15 વર્ષની મર્યાદા અપાશે.
રાજ્યમાં 2005 પહેલાના કેટલા વાહનો?
ADVERTISEMENT
વર્ષ 2000-2001 દરમિયાન...
ટ્રાન્સપોર્ટ વાહનો | 8,26,046 |
નોન ટ્રાન્સપોર્ટ વાહનો | 47,49,994 |
કુલ વાહનો | 55,76,040 |
વર્ષ 2000-2002 દરમિયાન...
ટ્રાન્સપોર્ટ વાહનો | 8,58,113 |
નોન ટ્રાન્સપોર્ટ વાહનો | 51,49,856 |
કુલ વાહનો | 60,07,969 |
વર્ષ 2002-2003 દરમિયાન...
ટ્રાન્સપોર્ટ વાહનો | 8,99,284 |
નોન ટ્રાન્સપોર્ટ વાહનો | 56,09,086 |
કુલ વાહનો | 65,08,370 |
વર્ષ 2003-2004 દરમિયાન...
ટ્રાન્સપોર્ટ વાહનો | 9,51,943 |
નોન ટ્રાન્સપોર્ટ વાહનો | 61,35,597 |
કુલ વાહનો | 70,87,640 |
વર્ષ 2004-2005 દરમિયાન...
ટ્રાન્સપોર્ટ વાહનો | 10,16,149 |
નોન ટ્રાન્સપોર્ટ વાહનો | 68,01,123 |
કુલ વાહનો | 78,17,272 |
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.