Saving petrol is a service to the country, Gujarat CM Bhupendra patel
મહેસાણા /
નીતિન પટેલના ગઢમાં CM ભૂપેન્દ્ર પટેલ, મહેસાણાની જનતાને કહ્યું પેટ્રોલ બચાવશો એ દેશની સેવા છે
Team VTV12:50 PM, 29 Oct 21
| Updated: 01:04 PM, 29 Oct 21
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાના પ્રવાસે છે ત્યારે તેમણે એક નિવેદનમાં કહ્યું કે પાણી બચાવો,વીજળી બચાવો કે પેટ્રોલ બચાવો એ દેશની સેવા છે
પ્રાકૃતિક ખેતી કરવા માટે PM મોદીએ પણ ભાર આપ્યો
રાસાયણિક ખાતરોથી બિમારીઓનો પણ ખતરો રહે છે
પાણી બચાવો કે વીજળી બચાવો એ દેશની સેવા છે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના પ્રવાસે છે ત્યારે તેમના હસ્તે હિરપુર ખાતે 213 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરેજનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં વિવિધ વિકાસના કાર્યોનું પણ ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાયક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.
પ્રાકૃતિક ખેતી કરવા માટે PM મોદીએ પણ ભાર આપ્યો છેઃ CM
મહેસાણાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અલીપ પણ કરી હતી તેમણે એક નિવેદનમાં જાણવ્યુ કે શહેરમાં રહેલા લોકોને ખેતરોમાં રાસાયણિક ખાતરોથી ખેતરો ઉજડી રહ્યા છે, તેમજ ખાતરોથી બિમારીઓનો ખતરો પણ રહે છે. તેમણે ખેતી કરતા ખેડૂતોને લઈને કહ્યું કે શહેરમાં રહેતા લોકોને ખબર પડવી જોઈએ કે ખેતી કરવા માટે કેટલો પરસેવો પડે છે, પરતું આ વાત લોકોએ જાણવી જોઈએ.
પાણી બચાવો કે વીજળી બચાવો એ દેશની સેવા છે : CM
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ લોકોને પ્રાથમિક સુવિધા માટે અભિયાન ચલાવવા પડે છે, મુખ્યમંત્રીએ અધિકારીઓને સુચન આપતા જણાવ્યું કે સામાન્ય લોકોને કોઈ પણ કામ માટે ધક્કા ખાવા ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવાઈ જોઈએ, વિકાસના કામો માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. મહાવીર ભગવાને કહ્યું હતું કે, પાણી ઘી જેમ વાપરજો, પાણી બચાવો કે વીજળી બચાવો કે પેટ્રોલ બચાવો એ દેશની સેવા છે, મુખ્યમંત્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા આપણે કામ કરીશું તેવું જણાવ્યું હતું, સાથે તેમણે દિવાળી પર્વની લઈને લોકોને શુભેચ્છાઓ આપી હતી.