શનિદેવની કૃપાથી સર્જાશે લક્ષ્મીયોગ, 47 દિવસ સુધી લક્ષ્મીજીની થશે અપાર કૃપા, શનિદેવના રાશિ પરિવર્તનથી જોવા મળશે અસર
શનિનું થશે રાશિ પરિવર્તન
13 જુલાઇના રોજ ફરીથી મકરમાં કરશે પ્રવેશ
હાલ કુંભ રાશિમાં છે શનિદેવ
દરેક ગ્રહની એક દિશા હોય છે. તે નિયત દિશામાં ભ્રમણ કરે છે. પરંતુ દરેક ગ્રહનો રાશિ પરિવર્તન કરવાનો સમયગાળો અલગ અલગ હોય છે. કોઇ ગ્રહને રાશિમાં પ્રવેશ કરતા સમય લાગે છે તો કોઇને દર મે મહિને રાશિ બદલે છે. ત્યારે ન્યાયના દેવતા શનિદેવ પણ રાશિ પરિવર્તન કરવાના છે. તેમની આ ચાલથી
કેટલીક રાશિના જાતકોને લોટરી લાગી સમજો..
13મી જુલાઇ શનિ થશે વક્રી
30 વર્ષ પછી શનિદેવ એપ્રિલમાં પોતાની જ રાશિ કુંભ રાશિમાં પ્રવેશ્યા છે. શનિદેવને એક રાશિથી બીજી રાશિમાં જાણવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે, જેની અસર દરેક રાશિ પર જોવા મળશે. 29 એપ્રિલથી શનિ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તેઓ 13મી જુલાઈ 2022ના રોજ ફરી પાછા વક્રી થશે અને ફરીથી મકર રાશિમાં પ્રવેશ કરશે. ચાલો જાણીએ કે શનિ સંક્રમણથી કઈ રાશિને ફાયદો થશે.
મિથુન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ આ રાશિમાં ભાગ્ય સ્થાનેથી સંક્રમણ કરી રહ્યા છે. તેથી આ રાશિના લોકોને શનિની ઢૈયામાંથી મુક્તિ મળી છે. કુંભ રાશિમાં રહેલા શનિને કારણે આ રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. આ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જીવનમાં મહેનત ઓછી કરવી પડશે અને સફળતાના ઘણા રસ્તા ખુલશે. તેમજ આ લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની પણ સંભાવના છે. આ ઉપરાંત અટકેલી યોજનાઓ ફરીથી યોગ્ય રીતે ચાલવા લાગશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. શનિના આ સંક્રમણથી શત્રુ પક્ષનો પરાજય થશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
તુલા
તુલા રાશિમાં શનિ સુખ ભાવ અને પાંચમા સ્થાન પર બિરાજમાન છે. આ કારણે આ રાશિના જાતકો શનિની ઢૈયામાંથી મુક્ત થઇ ગયા છે. અને શનિનું રાશિ પરિવર્તન ઘણું ફળદાયી સાબિત થશે. આ સમયગાળામાં આર્થિક વૃદ્ધિની સંભાવના છે. તમે કાર્ય અથવા પરિવાર સાથે વિદેશ પ્રવાસ પર જઈ શકો છો. વિદ્યાર્થીઓને મહેનત બાદ સફળતા મળશે. તે જ સમયે, પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. સાથે જ વિવાહિત જીવનમાં પણ તણાવ વધી શકે છે.
ધન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિમાં શનિ ગ્રહ ધન અને શક્તિનો સ્વામી છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને સાડા સાતીમાંથી મુક્તિ મળશે. આ રાશિના લોકો માટે એક નવો અધ્યાય શરૂ થશે. જૂના અટકેલા કાર્યોમાં તમને સફળતા મળશે. સાથે જ આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. નોકરી અને ધંધામાં ઉન્નતિની સંભાવના છે. પરંતુ આ સમય દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. કોર્ટ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે. આ સમયમાં માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.