બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Sambit Patra grows in stature in BJP: Big responsibility of 8 states, not one or two

મિશન 2024 / સંબિત પાત્રાનું ભાજપમાં કદ વધ્યું: એક-બે નહીં 8 રાજ્યોની મોટી જવાબદારી, અન્ય ઘણા નેતાઓનો વનવાસ પૂર્ણ

Priyakant

Last Updated: 10:19 AM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહપ્રધાન અમિત શાહે પણ વ્યૂહાત્મક કમાન્ડ સંભાળી સંગઠન તેમજ સરકારમાં તેમની દખલગીરી વધારી, ભાજપે તેના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો સહિત વરિષ્ઠ નેતાઓને રાજ્યોનો હવાલો સોંપ્યો

  • મિશન 2024 પહેલા ભાજપ એક્શન મોડમાં, પૂર્વ CM સહિત  નેતાઓને રાજ્યોનો હવાલો સોંપ્યો
  • ભાજપના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને પૂર્વોત્તરના 8 રાજ્યોની જવાબદારી 
  • વિજય રૂપાણી, બિપ્લબ કુમાર દેબ સહિત અનેક નેતાઓને રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી

ભારતીય જનતા પાર્ટી મિશન 2024ની તૈયારીઓમાં કોઈ ભૂલ કરવા માંગતી નથી. જેથી પાર્ટી દ્વારા અનેકવાર સંગઠનમાં ફેરફાર કરવામાં આવે છે.  આ તરફ હવે ગૃહપ્રધાન અમિત શાહે પણ વ્યૂહાત્મક કમાન્ડ સંભાળી સંગઠન તેમજ સરકારમાં તેમની દખલગીરી વધારી છે. શુક્રવારે, ભાજપે તેના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો સહિત વરિષ્ઠ નેતાઓને રાજ્યોનો હવાલો સોંપ્યો. વિજય રૂપાણી, બિપ્લબ કુમાર દેબ સહિત અનેક નેતાઓને રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને પૂર્વોત્તરના આઠ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને પૂર્વોત્તરના સંયોજક બનાવવામાં આવ્યા છે. જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિંહાને સંયુક્ત સંયોજક બનાવવામાં આવ્યા છે.

આ તરફ બિહારમાં નીતીશ કુમારના અલગ થયા બાદ સરકારમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બિહારમાં ભાજપ નવેસરથી કામમાં વ્યસ્ત છે. તે લોકસભા સ્તર પર ફોકસ કરી રહી છે અને વરિષ્ઠ નેતાઓને મોકલી રહી છે, તેણે રાજ્યનો હવાલો પણ બીજાને સોંપ્યો છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડેને બિહારના નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે. હરીશ દ્વિવેદી બિહારના સહ-પ્રભારી તરીકે ચાલુ રહેશે. બિહારના પૂર્વ મંત્રી મંગલ પાંડેને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા છે. અહીં પણ આઈટી સેલના વડા અમિત માલવિયા તેમની જવાબદારી નિભાવતા રહેશે.

પંજાબ-ચંદીગઢના પ્રભારી વિજય રૂપાણી

આ તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચંદીગઢ અને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને હરિયાણાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એ જ રીતે પૂર્વ મંત્રી પ્રકાશ જાવડેકરને કેરળ રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે.  

કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય ઓમ માથુરને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. યુપી ભાજપના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ લક્ષ્મીકાંત બાજપાઈને ઝારખંડ રાજ્યના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માને ત્રિપુરાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિનોદ સોનકરને દાદર નગર હવેલી અને દમણ દીવનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે રાજ્યસભાના સભ્ય ડો.રાધામોહન દાસ અગ્રવાલને લક્ષદ્વીપના પ્રભારી તરીકે મોકલવામાં આવ્યા છે.

મહત્વનું છે કે,  ભાજપના મહાસચિવ અરુણ સિંહ રાજસ્થાનના પ્રભારી તરીકે ચાલુ રહેશે. મધ્યપ્રદેશમાં પણ પાર્ટી પી. મુરલીધર રાવના કામથી સંતુષ્ટ છે. રાષ્ટ્રીય સચિવ નરિન્દર સિંહ રૈનાને પંજાબના સહ-પ્રભારી, અરવિંદ મેનન અને વિજય રાહટકરને તેલંગાણાના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. આશા લાકરાને પશ્ચિમ બંગાળના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. પંકજા મુંડે અને રામશંકર કથેરિયા મધ્યપ્રદેશના સહ-પ્રભારી તરીકે ચાલુ રહેશે. જ્યારે નીતિન નબીન છત્તીસગઢમાં જ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ