નવસારી જિલ્લામાં રોડ અકસ્માતમાં એક બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. નવસારી જિલ્લામાં પ્રવેશતી સરકારી બસને જાણે ગ્રહણ લાગ્યું હોય એમ છેલ્લા ત્રણ મહિનામાં નાના માટો અકસ્માતના કુલ ચાર બનાવ સામે આવ્યા છે.
જેમાં ગઈ કાલે સુરતથી શિરડી જઈ રહેલી એસ.ટી. બસના ચાલકને અકસ્માત નડ્યો હતો. એક બાઈક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એસ.ટી.બસની ટક્કર બાઈક ચાલકને વાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
નવસારીના મરોલી ગામ પાસને આ ઘટના છે અને બસની ટક્કર વાગતા બાઈક પણ સળગી ઉઠ્યુ હતુ. જે બાદ આગ પર કાબૂ મેળવાયો હતો અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.