બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / russia ukraine war amid russian man tie knot with ukraine girl message to countries make love not war
Pravin
Last Updated: 12:00 PM, 6 September 2022
ADVERTISEMENT
રશિયા અને યુક્રેનના યુદ્ધને છ મહિનાથી વધારે સમય વિતી ચુક્યો છે. ત્યારે આવા સમયે રશિયન મૂળના યુવકે યુક્રેનની એક યુવતી સાથે ભારતના ધર્મશાલામાં લગ્ન કર્યા છે. લગ્ન બાદ બંનેએ પોતાના દેશને યુદ્ધ નહીં, પ્રેમ કરવાનો આગ્રહ રાખ્યો છે. બંનેએ ધર્મશાલામાં ભારતના સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સોમવારે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ.ં બંનેએ એક મહિના પહેલા હિન્દુ પરંપરા અનુસાર રીતિ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. 37 વર્ષિય સર્ગેઈ નોવિકોવે 28 વર્ષિય યુક્રેની મહિલા અલોના બર્માકા સાથે લગ્ન કર્યા છે.
I met Sergey in Israel and we have been together for almost six years, when we came to India, we decided to marry, to connect our souls. We like India and its culture which is it's very deep, nice, lovely," said Alona Burmaka, the bride pic.twitter.com/ZCmuPIAiBC
— ANI (@ANI) September 6, 2022
ADVERTISEMENT
પ્રેમનો મેસેજ આપ્યો
પોતાના લગ્નનું રજીસ્ટ્રેશન થયા બાદ મીડિયા સાથે વાત કરતા વર બનેલા સર્ગેઈ નોવિકોવે કહ્યું કે, અમે ઈઝરાઈલ અને યુક્રેનથી આવીએ છીએ. અમે ઈઝરાઈલમાં મળ્યા અને છ વર્ષ સાથે રહ્યા. તેણે જણાવ્યું છે કે, લગભગ એક વર્ષ પહેલા અમે ભારત આવ્યા અને અનુભવ્યું કે, હિન્દુ પરંપરા અને સંસ્કૃતિથી લગ્ન કરવા માટે એક સ્પેશિયલ સ્થળ ધર્મશાળા છે. અહીં તેમણે ફક્ત રશિયા અને યુક્રેનને જ નહીં પણ આખુ દુનિયાના લોકોને પ્રેમનો મેસેજ આપ્યો છે.
Himachal Pradesh | Russian-born man and a Ukrainian woman urged the two countries to "make love, not war" on the occasion of their marriage in Dharamshala pic.twitter.com/Fhupln7an1
— ANI (@ANI) September 6, 2022
તેમણે કહ્યું કે, પહેલા રશિયા અને યુક્રેન એક જ રાષ્ટ્ર હતા. ભાઈઓ જેવા. આપણે પ્રેમ કરવાની જરુર છે. યુદ્ધ નહીં. હિંસા સારી વાત નથી. લોકો નથી લડી રહ્યા. આ ફક્ત સરકારો છે, જે લડી રહી છે. તેને રોકવાની જરુર છે.
દુલ્હન અલોના બર્માકાએ કહ્યું કે, હું ઈઝરાઈલમાં સર્ગેઈને મળી અને અમે લગભગ છ વર્ષ એકસાથે રહ્યા. અમે જ્યારે ભારત આવ્યા, તો અમારા આત્માને જોડવા માટે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. અમે ભારત અને તેની સંસ્કૃતિ પસંદ છે. તે ખૂબ જ ઊંડી, સારી અને પ્રેમાળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.