Wednesday, April 24, 2019

ચૂંટણીનો જંગ / રૂપાલા બોલ્યા, ચૂંટણીમાં કોઈએ પણ માતાજીને વચ્ચે ન લાવવા જોઈએ

રૂપાલા બોલ્યા, ચૂંટણીમાં કોઈએ પણ માતાજીને વચ્ચે ન લાવવા જોઈએ

રાજ્યમાં ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. ચારો તરફ પ્રચારનો ધમધમાટ ચાલું છે, ક્યાક મતદારોને મત આપવાના ધમકી ભર્યા વીડિયો વાયરલ થઇ રહ્યા છે, તો ક્યાક માતાજીના સોંગંધ અપાઇ રહ્યા છે, જ્યારે આજે પરષોત્તમ રૂપાલાએ મહેસાણાના ઉંઝાથી ચૂંટણીમાં માતાજીને વચ્ચે ન લાવવાનું પોતાના અંદાજમાં નિવેદન આપ્યું છે.

મહેસાણાની ઊંઝા બેઠક પર પેટાચૂંટણીમાં આશાબેન ભાજપના ઉમેદવાર છે. ત્યારે નારાયણ પટેલના જૂથ દ્વારા તેમના વિરૂદ્ધમાં મત આપવાની લોકોને અપીલ કરાઈ. આ મામલે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપી છે.
 
Image result for નારાયણ પટેલ


પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિએ ચૂંટણીમાં માતાજીને વચ્ચે ન લાવવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની પ્રવૃતિ કરે તે પક્ષ વિરોધી પ્રવૃતિ કહેવાય છે. આ મામલે પક્ષના દિગ્ગજ નેતાઓ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
 
Image result for આશાબેન ભાજપ


મહત્વનુ છે કે, આશાબેન ભાજપમા જોડાતા નારાયણ પટેલના જૂથમાં નારાજગી જોવા મળી રહી છે. નારાયણ પટેલના જૂથ દ્વારા આશાબેન પટેલને હરાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા. આશાબેન પટેલને હરાવવા માટે ભાજપના કાર્યકરોએ શપથ લીધા હતા.
Lok Sabha Election 2019 mehsana Purushotam Rupala Aasha patel BJP gujarat

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ