ક્રિકેટ /
ટેસ્ટ ક્રિકેટમાં રોહિત અને અશ્વિનનો દબદબો, હિટમેન તેનાં કરિયરના બેસ્ટ રેન્ક પર પહોંચ્યો
Team VTV05:56 PM, 28 Feb 21
| Updated: 05:59 PM, 28 Feb 21
ઈંગ્લેન્ડ સામે છેલ્લી બે મેચોમાં રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિતે છેલ્લી ચાર ઈનિંગમાં એક શતક અને એક અર્ધશતક સાથે 278 રન બનાવ્યા છે અને અશ્વિને પાંચ વિકેટ હોલ સાથે 15 વિકેટ ઝડપી છે.
રોહિત બેટ્સમેનનાં ક્રમમાં આઠમા સ્થાને પહોંચ્યો
અશ્વિન બોલિંગ રેન્કમાં ત્રીજા ક્રમે પહોંચ્યો
ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં ભારત 2-1થી આગળ
રોહિત અને અશ્વિનનાં પ્રદર્શનથી રેન્કમાં સુધાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતની જીત બાદ આઈસીસી રેન્કમાં મોટા ફેરબદલ થયા છે. અમદાવાદ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ ઈન્ડિયાનાં ઓપનિંગ બેટ્સમેન અને અનુભવી સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનને તેનાંથી ખૂબ ફાયદો થયો છે.
India opener Rohit Sharma storms into the top 10 to a career-best eighth position in the latest @MRFWorldwide ICC Test Player Rankings for batting 💥
રોહિત શર્મા શાનદાર પ્રદર્શનને લીધે છ ક્રમનો ઉછાળો ભરીને 742 પોઈન્ટ સાથે બેટ્સમેનની રેન્કિંગમાં આઠમા સ્થાન પર પહોંચી ગયો છે. બેટીંગની રેન્કિંગમાં ન્યુઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસન ટોપ પર છે જ્યારે ટોપ ટેનમાં ભારતનાં વિરાટ કોહલી પાંચમા સ્થાન પર છે અને ચેતેશ્વર પૂજારા દસમા ક્રમાંકે છે. રોહિત શર્મા છ ક્રમનો ઉછાળો કરીને તેનાં કરિયરનાં બેસ્ટ ક્રમે પહોંચી ગયો છે.
અશ્વિનને ચાર સ્થાનનો ફાયદો થયો
બોલિંગની વાત કરીએ તો ભારતનાં અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને મોટી છલાંગ લગાવી છે. અશ્વિન હવે ચાર સ્થાનનાં ફાયદા સાથે ત્રીજા ક્રમાંકે પહોંચી ગયો છે. અશ્વિન હવે 823 અંક સાથે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. અશ્વિન બીજા સ્થાન માટે ઓસ્ટ્રેલિયાનાં નિલ વેંગ્નરથી ફક્ત 2 પોઈન્ટ દૂર છે. તેની સાથે બોલિંગ ક્રમમાં જસપ્રીત બુમરાહ નવમા ક્રમાંકે પહોંચ્યો છે.
ANI Photo/BCCI Twitter
ભારત ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ
ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચોની સિરીઝમાં બંને વચ્ચે ત્રણ ટેસ્ટ રમાઈ ચૂકી છે. ત્યારબાદ ભારતીય ટીમ 2-1થી સિરીઝમાં આગળ છે અને ઈંગ્લેન્ડ છેલ્લી મેચ હારીને હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહાર નીકળી ગયુ છે.