બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Road accident in jharkhand 5 dead

કરુણાંતિકા / નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ઉપર ચડી ગઇ બસ અને લાગી આગ, પાંચ લોકો જીવતા ભૂંજાયા

Parth

Last Updated: 01:57 PM, 15 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના રોજ ઝારખંડમાં કરૂણ અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમા કારમાં સવાર પાંચ લોકોનાં મોત થયા છે.

  • નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત 
  • કાર ઉપર ચઢી ગઈ બસ 
  • પાંચ લોકો જીવતા સળગી ગયા, મળ્યું મોત 

ભયંકર અકસ્માત 
ઝારખંડનાં રામગઢ જિલ્લામાં ભયંકર સડક અકસ્માતની ઘટના સામે આવી છે. રજરપ્પા ક્ષેત્રમાં એક બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ જેમા આખે આખી બસ કારની ઉપર ચઢી ગઈ હતી અને બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં કારની અંદર સવાર લોકો બહાર જ ન આવી શક્યા અને જીવતા જ ભૂંજાઈ ગયા, ઘટના સમયે લોકોની ચિચિયારીઓથી આખો રસ્તો ગૂંજી ઉઠ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર તમામ મૃતકો બિહારનાં હોવાનું સામે આવી રહ્યું છે. 

બસમાં સવાર લોકો બચી ગયા 
જાણકારી અનુસાર આ ઘટના આજે સવારે નેશનલ હાઈવે પર થઇ હતી. સદનસીબે બસની અંદર બે ડઝન લોકો સવાર હતા તેમનો આબાદ બચાવ થયો છે, જોકે ઘણા બધાને નાની મોટી ઈજાઓ આવી છે. આ બસ ધનબાદ તરફ જઈ રહી હતી અને દુર્ઘટના સમયે બસન આગળનાં ભાગમાં આગ લાગી ગઈ હતી. નોંધનીય છે કે જે સમયે દુર્ઘટના થઈ તે સમયે ત્યાં ધોધમાર વરસાદ પણ ચાલુ જ હતો. 

મૃતદેહોને ઓળખવા મુશ્કેલ 
પોલીસેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકોમાં એક પુરુષ અને મહિલા અને બધાનાં શબ એટલા બધા સળગી ગયા છે કે ઓળખાણ કરવી ખૂબ જ મુશ્કેલ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Jharkhand Road Accident Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ