ride hailing apps ola uber rapido collects data personal informations advertising know more
ના હોય! /
તમારા નામ અને સરનામાં જેવી માહિતીનું શું કરે છે Ola, Uber અને Rapido? જાણીને લાગશે ઝટકો
Team VTV12:41 PM, 28 Jan 22
| Updated: 12:44 PM, 28 Jan 22
સ્ટડીમાં જાણકારી મળી છે કે ગ્રેબટેક્સી, યોન્ડક્સ ગો અને ઉબર સૌથી વધારે ડેટા કલેક્ટ કરે છે.
ઓલા, ઉબર, રેપિડો સાથે શેર કરો છો ડિટેલ્સ?
જાણો તમારી ડિટેલ્સનું શું કરે છે તે?
પરમિશન આપતા પહેલા રાખો ધ્યાન
જો તમે પણ ઓલા (Ola), ઉબર (Uber) અથવા રેપિડો (Rapido) યુઝ કરો છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. આ કંપનીઓ એપ દ્વારા નામ અને સરનામા સહિત ઘણી જાણકારીઓ પોતાની પાસે જમા કરાવે છે. યુઝરને જણાવવામાં આવે છે કે આ જાણકારીઓ સર્વિસને વધુ સારી બનાવવા માટે છે. પરંતુ તેનો ઉપયોગ આટલા પુરતો સિમિત નથી. લોકોની પર્સનલ જાણકારીઓ થર્ડ પાર્ટીઝને વેચવામાં આવે છે. જે એડ માટે ડેટાનો ઉપયોગ કરે છે.
સૌથી વધારે ડેટા કલેક્ટ કરે છે આ ત્રણ એપ્સ
સાઈબર સિક્યોરિટી કંપની Surfsharkની એક સ્ટડીમાં આ વાત સામે આવી છે. સ્ટડીમાં જાણકારી મળી છે કે ગ્રેબટેક્સી, યાંડેક્સ ગો અને ઉબર સૌથી વધારે ડેટા કલેક્ટ કરે છે. ભારતીય કંપની ઓલા પણ તેમાં પાછળ નથી અને ડેટા ભેગો કરવામા મામલામાં છઠા સ્થાન પર છે. આ મામલામાં રેપિડોની સ્થિતિ તુલનાત્મક રીતે ઠીક છે. રેપિડો પણ પોતાના એપ દ્વારા યુઝરની જાણકારી કલેક્ટ કરે છે. પરંતુ આ ગ્રેબટેક્સીની તુલનામાં 10 ગણું વધારે કામ કરે છે.
એડ આપનાર કંપનીને આપે છે ડેટા
સ્ટડીમાં સૌથી ચોંકાવનારી વાત આ જાણકારીઓના ઉપયોગને લઈને છે. Surfsharkના CEO Vytautas Kaziukonisએ જાણાવ્યું કે આ સ્ટડીમાં જે 30 રાઈડ હેલિંગ એપ્સને શામેલ કરવામાં આવી છે. તેમાંથી 9 કંપનીઓ યુઝરની જાણકારીને થર્ડ પાર્ટી એડવર્ટાઈઝિંગમાં યુઝ કરે છે.
આ જાણકારીઓમાં યુઝરનું નામ, સરનામુ, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે શામેલ છે. ઉબર અને લિફ્ટ જેવા અમુક એપ્સ તો જાતી, સેક્સુઅલ ઝુકાવ, પ્રેગ્રેન્સી, ચાઈન્ડબર્થ ઈન્ફોર્મેશન, બાયોમીટ્રિક ડેટા જેવી સંવેદનશીલ જાણકારીઓ પણ કલેક્ટ કરે છે.