બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / Retirement age and pension amount may increase of govt employees

મોટી ભેટ / સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકાર નિવૃત્તિ-પેન્શન મુદ્દે લઇ શકે છે મોટો નિર્ણય

Dhruv

Last Updated: 03:30 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીઓને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધારવા પર વિચાર કરી રહી છે.

  • સરકારી કર્મચારીઓને મોદી સરકાર આપશે મોટી ભેટ
  • પેન્શન રકમ અને નિવૃત્તિની ઉંમરમાં વધારો કરે તેવી શક્યતા
  • સીનિયર સિટીઝનની સુરક્ષા વધારવા ભલામણ

એ માટેનો પ્રસ્તાવ (Universal Pension System) આર્થિક સલાહકાર સમિતિ દ્વારા વડાપ્રધાનને પણ મોકલવામાં આવ્યો છે. જેમાં દેશમાં લોકોની કામ કરવાની વય મર્યાદા વધારવાની વાત કરવામાં આવી છે. આ સાથે પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું કે, 'દેશમાં નિવૃત્તિની ઉંમર વધારવાની સાથે-સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ.'

સીનિયર સિટીઝનની સુરક્ષા

સમિતિના રિપોર્ટ અનુસાર, આ સૂચન અંતર્ગત કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછાં 2000 રૂપિયા પેન્શન આપવું જોઇએ. તમને જણાવી દઈએ કે, આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે વધુ ને વધુ સારી વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે.

સ્કિલ ડેવલપમેન્ટ છે ખાસ જરૂરી

રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે, 'જો કામ કરવાની ઉંમરની વસ્તી વધારવી હોય તો નિવૃત્તિની ઉંમર વધારવાની સખ્ત જરૂરિયાત છે. સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર દબાણ ઘટાડવા માટે આવું કરી શકાય છે. રિપોર્ટમાં 50 વર્ષથી વધુ ઉપરના વ્યક્તિઓ માટે સ્કીલ ડેવલપમેન્ટની વાત પણ કરવામાં આવી છે.

સરકારો નીતિ બનાવો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એવી નીતિઓ બનાવવી જોઈએ કે, જેથી સ્કીલ ડેવલપમેન્ટ થઈ શકે. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્ર, દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, શરણાર્થીઓ, સ્થળાંતર કરનારાઓ પણ સામેલ હોવા જોઈએ કે જેમની પાસે તાલીમ મેળવવાનું સાધન નથી પરંતુ તેઓને તાલીમ આપવી જોઈએ.

વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 નો રિપોર્ટ

તમને જણાવી દઈએ કે, વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 અનુસાર, વર્ષ 2050 સુધીમાં ભારતમાં લગભગ 32 કરોડ વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) હશે. એટલે કે દેશની લગભગ 19.5 ટકા વસ્તી નિવૃત્તિની કેટેગરીમાં જશે. વર્ષ 2019 માં ભારતની અંદાજે 10 ટકા વસ્તી અથવા તો 140 કરોડ લોકો સિનિયર સિટીઝનની કેટેગરીમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ