Team VTV06:15 PM, 12 Jan 23
| Updated: 06:26 PM, 12 Jan 23
ડિસેમ્બર 2022ના સરકારી આંકડા અનુસાર, દેશમાં છૂટક મોંઘવારી 1 વર્ષના તળિયે પહોંચી છે.
છૂટક મોંઘવારીના સરકારી આંકડા આવ્યાં
1 વર્ષના તળિયે પહોંચી છૂટક મોઁઘવારી
ડિસેમ્બર 2022માં ઘટીને 5.72 ટકાએ પહોંચી
કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2022ના મોંઘવારીના આંકડા જાહેર કર્યાં છે જેના પરથી લાગે છે કે દેશમા મોઁઘવારી ઘટીને 1 વર્ષના તળિયે પહોંચી છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ડિસેમ્બર 2022માં છૂટક મોંઘવારી ઘટીને એક વર્ષના નીચલા સ્તરે 5.72 ટકા પર આવી ગઈ છે. સતત બીજા મહિને છૂટક મોંઘવારી દરમાં ઘટાડો આવ્યો છે અને આરબીઆઈના 4 (+/- 2) ટકાના ટોલરન્સ બેન્ડની અંદર રહ્યો છે. નવેમ્બરમાં પણ છૂટક મોંઘવારી આરબીઆઈના અનુમાન દરની અંદર રહી હતી.
Retail inflation eases to 5.72% in December from 5.88% in November: Government of India pic.twitter.com/gWYdPQERBm
ઓક્ટોબર 2022 માં 6.77 ટકા, નવેમ્બરમાં 5.88 ટકા રહી છૂટક મોંઘવારી
ડિસેમ્બર એ સતત બીજો મહિનો છે જેમાં રિટેલ ફુગાવો આરબીઆઈના 4 (+/- 2) ટકાના ટોલરન્સ બેન્ડની અંદર ઘટ્યો છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઇ) પર આધારિત રિટેલ ફુગાવો ઓક્ટોબર 2022 માં 6.77 ટકા અને નવેમ્બરમાં 5.88 ટકા રહ્યો હતો.
ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટતાં મોંઘવારી દર ઘટ્યો
ખાદ્ય ચીજોના મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી ડિસેમ્બરમાં ઘટીને 4.19 ટકા થઈ છે જે નવેમ્બરમાં 4.67 ટકા હતી જ્યારે ઓક્ટોબરમાં 7.01 ટકા હતી. ડિસેમ્બરમાં શહેરી તેમજ ગ્રામીણ બંને વિસ્તારોમાં ખાદ્યાન્ન મોંઘવારી ઘટી છે. ડિસેમ્બરમાં ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 5.05 ટકા હતો, જે નવેમ્બરમાં 5.22 ટકા હતો. શહેરી વિસ્તારોમાં ખાદ્યાન્ન ફુગાવો 2.80 ટકા રહ્યો છે, જે નવેમ્બરમાં 3.69 ટકા હતો. શાકભાજી અને શાકભાજીમાં ભાવ વધારાનો દર ઘટીને 15.08 ટકા થયો છે. તો ફળોનો મોંઘવારી દર 2 ટકા રહ્યો છે. દૂધ અને ડેરી ઉત્પાદનોમાં ફુગાવો 8.51 ટકા, ઈંડા ફુગાવાનો દર 6.91 ટકા અને મસાલામાં 20.35 ટકા રહ્યો હતો.