Reliance Jio To Launch 5G Services Within 2 Months
ડેટા ઈકોનોમી /
મુકેશ અંબાણીએ કર્યું Jio 5Gનું એલાન, દિવાળી સુધીમાં દેશમાં શરુ થશે વિશ્વની સૌથી ઝડપી સર્વિસ
Team VTV02:38 PM, 29 Aug 22
| Updated: 02:59 PM, 29 Aug 22
રિલાયન્સ જિઓએ દિવાળી 2022 સુધીમાં દેશમાં 5G સેવા શરુ કરવાની જાહેરાત કરી દીધી છે.
દેશમાં દિવાળી સુધીમાં જિઓની 5G સેવા શરુ થઈ જશે
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ રિલાયન્સની સામાન્ય સભામાં કરી જાહેરાત
મેટ્રો શહેરમાં દિવાળી 2022 સુધીમાં 5G સેવા શરુ થઈ જશે
જિઓની 5G સર્વિસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે સૌથી સારા સમાચાર છે. રિલાયન્સ જિઓએ દેશમાં દિવાળી સુધીમાં 5G સર્વિસ શરુ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આજે રિલાયન્સની 45મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. રિલાયન્સને સામાન્ય સભાને સંબોધતા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિઓએ વિશ્વનો સૌથી ઝડપી 5G રોલઆઉટ પ્લાન તૈયાર કર્યો છે. 2022ની દિવાળી સુધીમાં અમે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં 5G સેવા શરુ કરી દઈશું. ડિસેમ્બર 2023 સુધીમાં અમે દેશના દરેક શહેર, તાલુકો અને જિલ્લામાં 5G સેવા શરુ કરી દઈશું.
Reliance Jio has prepared world’s fastest 5G rollout plan. By Diwali 2022 we'll launch Jio 5G across multiple key cities, incl metro cities of Delhi, Mumbai, Chennai & Kolkata. By Dec 2023, we will deliver Jio 5G to every town, taluka & tehsil of India: Mukesh Ambani, CMD, RIL pic.twitter.com/kOkvzFueq5
જિઓએ 5Gમાં 2 લાખ કરોડનું રોકાણ કર્યું
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિઓએ 5G રોલઆઉટ માટે 2 લાખ કરોડનું રોકાણ કર્યું છે. અંબાણીએ કહ્યું કે જિઓ 5જી સર્વિસ દરેક વ્યક્તિ, દરેક સ્થળ અને દરેકને સાંકળશે અને તેમાં સૌથી વધારે સારી ગુણવત્તા એકદમ વ્યાજબી કિંમતે મળશે. અમે ભારતને ચીન અને અમેરિકા કરતા પણ વધારે ડેટા સંચાલિત ઈકોનોમી બનાવવા માગીએ છીએ.
Jio to launch 5G by Diwali, aims to cover entire country by 2023, Mukesh Ambani tells shareholders
મુકેશ અંબાણીએ જિઓના 5જી સ્માર્ટફોનની પણ કરી જાહેરાત
મુકેશ અંબાણીએ જિઓના સસ્તા 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે સસ્તા 5G smartphone ફોન બનાવવા માટે અમે ગૂગલ સાથે મળીને કામ કરી રહ્યાં છે.
રિલાયન્સ એજીએમની મહત્વની વાત
મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રિટેલે 2 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ ટર્નઓવર હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે આજે રિલાયન્સ રિટેલ એશિયામાં ટોપ-10 રિટેલર્સની યાદીમાં સામેલ છે.
ઈશા અંબાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રિલાયન્સ રિટેલમાંથી શોપિંગ સર્વિસ વોટ્સએપના માધ્યમથી મળશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે અમારા મીડિયા બિઝનેસે ગત વર્ષે સૌથી વધુ ગ્રોથ હાંસલ કર્યો છે. આને કારણે વિક્રમી સબ્સ્ક્રિપ્શન અને જાહેરાતની આવક થઈ છે.
ઈશા અંબાણીએ કહ્યું કે, એક વર્ષમાં રિલાયન્સ રિટેલના રોજના ઓર્ડરમાં 2.5 ગણો વધારો થયો છે.
મુકેશ અંબાણીએ કહ્યુ કે તેઓ ફિલ્મ રાઈટ્સ અને ઓટીટીમાં રોકાણ વધારતા રહેશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે જિયોની ક્વાલકોમ સાથે ભાગીદારી છે. આ અંતર્ગત ઘણી નવી એપ્લિકેશનમાં કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ક્વાલકોમ સાથે ક્લાઉડ ડેટા ઇન્ફ્રા વિકસિત કરવાની યોજના છે.
અમે દેશમાં જ એન્ડ ટુ એન્ડ 5જી નેટવર્ક વિકસાવ્યું છે. તે સંપૂર્ણપણે ડિજિટલ રીતે સંચાલિત છે, જે ક્વોન્ટમ સિક્યુરિટી જેવા અદ્યતન ફીચર્સને પણ સપોર્ટ કરે છે. કંપનીમાં 2,000થી વધુ યુવા જિયો એન્જિનિયરોએ ત્રણ વર્ષ સુધી અથાક મહેનત કરીને તેનો સંપૂર્ણ વિકાસ કર્યો છે.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, નાના ઉદ્યોગોને મદદ કરવા માટે માઇક્રોસોફ્ટ સાથે કરાર કરવામાં આવશે.
અંબાણીએ કહ્યું કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં દિવાળીથી 5જી સેવા શરૂ થશે. તેમણે કહ્યું કે તેઓ ૫જી લાગુ કરવામાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તમામ ક્ષેત્રોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે, વિશ્વના ઘણા ભાગોમાં ભારે આર્થિક સંકટ છે. ઊંચા ફુગાવા અને પુરવઠામાં વિક્ષેપોએ વૈશ્વિક મંદી સામે પડકાર ઉભો કર્યો છે.
અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ભારતના વિકાસમાં મોટું યોગદાન આપશે.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ નવી નોકરીઓનું સર્જન કરવામાં નવો રેકોર્ડ બનાવશે. તેમણે કહ્યું કે કંપનીએ વિવિધ વ્યવસાયોમાં 2.32 લાખ નોકરીઓ ઉભી કરી છે. રિલાયન્સ રિટેલ હવે ભારતના સૌથી મોટા રોજગારદાતાઓમાંનું એક છે.
અંબાણીએ કહ્યું કે જિયો 5જી દુનિયાનું સૌથી ઝડપી અને સૌથી મોટું નેટવર્ક હશે. તેમણે કહ્યું કે ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં દેશ વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ થશે.