Flipkart Amazon Indiaનો ફ્રિડમ સેલનો રિસ્પૉન્સ જોઇને હવે Relianceએ પોતાના નવો સેલ શરૂ કર્યો છે. Reliance Digitalનો ડિજિટલ ઇન્ડિયાનો સેલ 11 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે. 15 ઓગસ્ટ સુધી ચાલનારા આ સેલમાં ગ્રાહકને અનેક પ્રકારની ઓફર્સ અને ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે. સેલમાં 200 બ્રાન્ડસની 4000થી વધુ પ્રોડક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સેલમાં દરેક પ્રકારની ઈલેક્ટ્રિક આઈટમ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને ટીવી ફ્રીઝ વોશિંગ મશીન સ્માર્ટફોન લેપટોપ્સ જેવી અનેક આઈટમ્સ પર ફાયદો થશે. સાથે આ સેલને દેશની અનેક મોટી બેંકોના કાર્ડથી પેમેન્ટ કરવાથી 10% કેશબેક મળી રહ્યું છે.તમને જણાવી દઇએ Amazonના સેલમાં SBI અને Flipkartની સેલમાં Citi Bankના કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે.
Relianceના આ સેલમાં HD LED TVની રેન્જ માત્ર 10 990 રૂપિયાથી શરૂ થઈ રહી છે. જો તમે ફ્રીઝની ખરીદી કરવા માંગો છો તો તેની શરૂઆતની કિંમત 11 490 રૂપિયા અને વોશિંગ મશીનની રેન્જ 10 490 રૂપિયાથી શરૂ થઈ રહી છે. આ સાથે સેલમાં કોઈ પણ સામાનની ખરીદી પર ફ્રી ઈન્સ્ટોલેશનની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
Reliance સેલમાં HDFC Citi Bank ICICI કોટક મહિન્દ્રા જેવી મોટી બેંકના કાર્ડથી પેમેન્ટ કરવાથી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ વેબસાઈટની સાથે દેશના 800 શહેરોમાં આવેલા રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ માય જિયો સ્ટોર્સ પર આયોજન કરવામાં આવ્યું છે.