લોન્ચ / 5G સપોર્ટ અને બેસ્ટ કેમરાની સાથે લોન્ચ થયો Redmi K30, જબરદસ્ત છે ફીચર્સ

Redmi K30 5G with 64MP quad-camera setup Launched

રેડમી K20 અપગ્રેડ એટલે કે Redmi K30 5G સ્માર્ટફોનને ચીનમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. શાઓમીની સબ-બ્રાન્ડ રેડમી દ્વારા વધુ ત્રણ પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં Redmi K30 5G રાઉટર, RedmiBook 13 લેપટોપ અને Redmi સ્માર્ટ સ્પીકર સામેલ છે. તમને જણાવી દઈએ કે Redmi K20ને ભારતમાં જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલો એવો સ્માર્ટફોન છે જેમાં સોનીનો 64MP IMX686 સેન્સર આપવામાં આવ્યો છે. આ સિવાય શાઓમીએ Redmi K30 4Gની પણ જાહેરાત કરી છે. જેમા સ્નેપડ્રેગન 730G પ્રોસેસર મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ