rbi rate hike was not surprising timing was nirmala sitharaman
BIG NEWS /
નિર્મલા સીતારમણનું ચોંકાવનારુ નિવેદન: સરકારને પણ નહોતી ખબર RBI રેપો રેટ વધારશે, ખોટા સમયે થઈ જાહેરાત
Team VTV04:50 PM, 08 May 22
| Updated: 04:50 PM, 08 May 22
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગત દિવસોમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેવામા આવેલા નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે.
મોંઘવારી પર સીતારમણની પ્રતિક્રયા
RBIએ રેપોરેટ માં કર્યો હતો વધારો
જેને લઈને સીતારમણે આપે પ્રતિક્રિયા
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગત દિવસોમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેવામા આવેલા નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, આરબીઆઈનો રેપ રેટ વધારવાનો નિર્ણય દુનિયાભારમાં કેન્દ્રીય બેંકોની સમન્વિત કાર્યવાહીનો ભાગ છે. તેમના અનુસાર, રિઝર્વ બેંકના આ નિર્ણય આશ્ચર્યજનક નથી, પણ સમય હેરાન કરનારો છે. કારણ કે, તે બે મૌદ્રિક નીતિ સમીક્ષાની વચ્ચે કરવામાં આવ્યો છે.
નિર્મલા સીતારમણ પણ આ વાતે ચોંકી ગયા
તેમણે મુંબઈમાં એક પ્રોગ્રામમાં કહ્યું હતું કે, આ એ સમય છે, જેણે કેટલાય લોકોને નવાઈ પમાડી છે. પણ લોકોએ જે વિચાર્યું હતું, તેને કોઈ પણ રીતે કરવાનું હતું. તે કોઈ પણ હદે અલગ હોઈ શકે છે. સીતારમણે કહ્યું કે, તેના પર નવાઈની વાત એ છે કે, કારણ કે તે બે મૌદ્વિક નીતિ સમીક્ષાની વચ્ચે આવ્યો છે. કેન્દ્રીય બેંકે પોતાની એપ્રિલની સમીક્ષા નીતિના સંકેત આપ્યા હતા કે, હવે મોંઘવારી પર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
ઈંફ્રાસ્ટ્રક્ચર રોકાણ પર પ્રભાવ નહીં પડે
સીતારમણે ભાર આપતા કહ્યું કે, તે કેન્દ્રીય બેંકના આ પગલાથી સરકારના ઈંફ્રાસ્ટ્ર્ક્ચરના રોકાણને પ્રભાવિત કરનારા પગલા તરીકે જોતા નથી. કેન્દ્રીય બેંકે ઓગસ્ટ 2018 બાદથી નીતિગત દરમાં પહેલી વાર વધારો કર્યો છે. તેનાથી કોર્પોરેટરની સાથે વ્યક્તિગત શ્રેણીમાં લોન લેવી મોંઘી થઈ જશે. નવીનતમ આશ્ચર્યજનક વધારો મે 2020માં ઘોષિત કોવિડ સપોર્ટ ઓફ સાઈકિલ રેટ કટથી એકદમ અલગ છે.
સીઆરઆરમાં થયો વધારો
કેન્દ્રીય બેંકે બુધવારે પોતાની મુખ્ય રેપો રેટને 40 આધાર અંક વધધારીને 4.4 ટકા કરી દીધું છે. સાથે જ કૈશ રિઝર્વ રૈશિયો પણ 50 અંકના આધારે વધારો કર્યો છે. કેન્દ્રીય બેંકે વધતી મોંઘવારી, ભૂ રાજનીતિક તણાવ, ક્રૂડ ઓયલની ઉંચી કિંમત અને વસ્તુઓની વૈશ્વિક કમીનું કારણ ગણાવ્યું હતું.