બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / rating agency fitch forecast growth contraction of 5 percent in india

અર્થવ્યવસ્થા / રેટિંગ એજન્સી ફિચે ઘટાડ્યું ભારતના ગ્રોથનું અનુમાન, ભારતનો આર્થિક વિકાસ દર આ વર્ષે આટલો રહેશે

Published By: Mehul

Last Updated: 05:32 PM, 27 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેટિંગ એજન્સી ફિચે નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થાના અનુમાનમાં મોટો ઘટાડો કર્યો છે. એજન્સી મુજબ આ વર્ષે ભારતનો આર્થિક વિકાસ દર -5 ટકા સુધી ઘટી શકે છે. આ પહેલા એપ્રિલમાં ફિચે 0.8 ટકાના ગ્રોથનું અનુમાન લગાવ્યું હતું.

  • ફિચે નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થાના અનુમાનમાં મોટો ઘટાડો કર્યો
  • એપ્રિલ મહીનામાં ફિચે ભારતનો ગ્રોથ રેટ 0.8 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું

એજન્સી મુજબ આર્થિક ગતિવિધિઓ બંધ થવાથી અને લૉકડાઉનની કડક નીતિને પગલે આવી સ્થિતિ પેદા થઇ શકે છે. ફિચે કહ્યું કે ભારતની આર્થિક ગ્રોથના અનુમાનને લઇને આ સૌથી મોટો ઘટાડો છે અને પહેલા આ અનુમાન 0.8 ટકા હતો. હવે તેને બદલતા અર્થવ્યવસ્થામાં 5 ટકાનો ઘટાડાનું અનુમાન હતું. હવે તેને બદલતા અર્થવ્યવસ્થામાં 5 ટકાનો ઘટાડોનું અનુમાન જાહેર કરવામાં આવે છે.

ફિચે કહ્યું કે ભારતે લૉકડાઉનની કડક નીતિનું પાલન કર્યું છે અને આ લાંબુ ચાલ્યું છે. શરુઆતમાં તે થોડાક દિવસો ચાલવાનું અનુમાન હતું, પરંતુ હવે આ અનુમાન બદલાઇ ગયું છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે તેણે મે મહિનાના પોતાના વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં વૈશ્વિક જીડીપીના અનુમાનમાં ઘટાડો કર્યો છે. 

જોકે વૈશ્વિક આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો હવે ધીરે-ધીરે સમાપ્ત થઇ રહ્યો છે. ફિચે કહ્યું કે સૌથી વધારે ઘટાડો ભારતના વૃદ્ધિદરમાં કરાયો છે. ચાલૂ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 5 ટકાનો ભારે ઘટાડો આવશે. પહેલા ભારતીય અર્થવ્યવસ્થામાં 0.8 ટકાના વૃદ્ધિનું અનુમાન લગાવાયું હતું.

અર્થવ્યવસ્થામાં ઘટાડાને લઇને ફિચે કહ્યું કે લૉકડાઉન આગળ વધવાથી મુશ્કેલી સર્જાઇ છે અને આર્થિક મંદીમાં વધારો થયો છે. ફિચે કહ્યું કે આર્થિક ગતિવિધિઓના જે આંકડા આવી રહ્યા છે, તે ખુબજ કમજોર છે. તેની સાથે એજન્સી એ ગત વર્ષે 2019-20માં વૃદ્ધિદર 3.9 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. જોકે, તેની સાથે ફિચે કહ્યું કે 2021-22માં ભારતના વૃદ્ધિદરમાં સુધારા સાથે 9.5 ટકા પર પહોંચી જશે. ફિચ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રાયન કુલ્ટને કહ્યું, 2020માં વૈશ્વિક જીડીપીમાં હવે 4.6 ટકાના ઘટાડાનું અનુમાન છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Business News Fitch GDP GDP growth અર્થવ્યવસ્થા Economy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ