Monday, July 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

કરોડોની સંપત્તિની માલિક છે 'બાહુબલી'ની 'રાજમાતા' શ્રીદેવીને રિજેક્ટ કર્યા પછી મળ્યો રોલ

કરોડોની સંપત્તિની માલિક છે 'બાહુબલી'ની 'રાજમાતા'  શ્રીદેવીને રિજેક્ટ કર્યા પછી મળ્યો રોલ
ફિલ્મ ‘બાહુબલી’ ભારતીય સિનેમાની સૌથી હિટ ફિલ્મ રહેવાની સાથે તેના તમામ કેરેક્ટર્સને પણ કાયમ માટે યાદગાર બનાવનારી સાબિત થઈ. તે પછી મહેન્દ્ર બાહુબલી હોય કે કટપ્પા શિવગામી હોય કે પછી દેવસેના. તમામ એક્ટર્સે પોતાનો રોલને શાનદાર રીતે ભજવ્યો હતો જેને કારણે લોકો વાસ્તવિક જીવનમાં પણ તેમને ફિલ્મના કેરેક્ટરના નામે જ ઓળખે છે. હિન્દી સિનેમાના ફેન્સ માટે શિવગામીનું નામ નવું નથી. ફિલ્મામાં ગુસ્સાવાળો ચેહરો માથા પર ચમક અને વિરાંગના જેવું વ્યક્તિત્વ ધરાવતી શિવગામ એક્ટ્રેસ રામ્યા કૃષ્ણને ઘણી બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. રામ્યાનો 15 સપ્ટેમ્બરના રોજ થયો હતો આ સમયે અમે તમારી સમક્ષ તેના જીવન સાથે જોડાયેલા ફેક્ટસ અહીં રજૂ કરી રહ્યાં છીએ.

રામ્યા કૃષ્ણનનો જન્મ 15 સપ્ટેમ્બર 1970માં ચેન્નાઇમાં થયો હતો. 13 વર્ષની ઉંમરમાં તેણે ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતુ. પોતાની દમદાર એક્ટિંગથી રૂવાંટા ઉભા કરી દેનારી રામ્યા વાસ્તવિક જીવનમાં ઘણી ગ્લેમરસ છે. તેમની અમુક ફિલ્મ અને તસવીરો જોઈ ઓળખવું મુશ્કેલ થઈ જશે કે તે બાહુબલીમાં ‘રાજમાતા’નો રોલ કરનારી રામ્યા જ છે ને.

રામ્યાએ પોતાના કરિયરનો પ્રારંભ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કર્યો હતો. સાઉથમાં સારુ કામ કર્યા બાદ તે બોલિવૂડ તરફ આગળ વધી અને 1988માં પ્રથમ હિન્દી ફિલ્મ ‘દયાવાન’ કરી. જેમાં વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિત લીડ રોલમાં હતા. આ ફિલ્મથી રામ્યાને કંઈ ફાયદો થયો નહીં અને 4-5 વર્ષ સુધી બીજી હિન્દી ફિલ્મ ન મળી જેને કારણે રામ્યા ફરી સાઉથની ફિલ્મ્સમાં સક્રિય થઈ.

ફિલ્મ ‘બાહુબલી’ રામ્યાના કરિયર માટે એક માઈલસ્ટોન ફિલ્મ છે. પોતાના અનુભવને શેર કરતા રામ્યાએ જણાવ્યું હતું કે રાજામૌલીથી સતત 2 કલાક સુધી ફિલ્મની વાર્તા સાંભળી હતી. ફિલ્મનો દરેક શોટ અને સીન ક્લિયર હતો. આ ફિલ્મ માટે મે કોઈ તૈયારી કરી નહોતી. કપડા અને ઘરેણાં પહેરવાની સાથે જ શિવગામી બની ગઈ હતી. આ ફિલ્મ બાદ ન માત્ર સાઉથ પરંતુ દેશ-વિદેશમાં પણ મને લોકો શિવગામી તરીકે ઓળખવા લાગ્યા હતા.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવગામીનો રોલ પહેલા શ્રીદેવીને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ વધુ પૈસા માગવાના કારણે રાજામૌલીએ રામ્યાને સાઈન કરી હતી.  શ્રીદેવીએ આ ફિલ્મ માટે 6 કરોડ રૂપિયા માગ્યા હતા આ ઉપરાંત તેમણે 5 સ્ટાર હોટલમાં સંપૂર્ણ ફ્લોર પણ તેમની માટે બુક કરવાની ડિમાન્ડ કરી હતી. ફિલ્મનું બજેટ પહેલાથી જ વધારે હતું. એવામાં રાજામૌલીને રામ્યા કૃષ્ણનને કાસ્ટ કરવું યોગ્ય લાગ્યું.

રામ્યાએ 'બાહુબલી 2' ના માટે 2.5 કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો. રામ્યાની સંપત્તિની જો વાત કરવામાં આવે તો તેની પાસે લગભગ 32 કરોડની સંપત્તિ છે અને સાથે જ મર્સિડીઝ બેન્ઝ S350 છે જેની કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા છે. આ સિવાય રામ્યા પાસે એક બંગલો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ