ડ્રામા ક્વીન રાખી સાવંત સોશિયલ મીડિયામાં સક્રિય સ્ટાર્સમાંથી એક છે. રાખી પ્રશંસકોની સાથે તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં રાખીએ તેના બે વીડિયો શેર કર્યા છે, જેમાં અભિનેત્રી નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે.
રાખી સાવંતે તેના બે વીડિયો શેર કર્યા
અભિનેત્રી નો મેકઅપ લુકમાં જોવા મળી
રાખીના વીડિયો પર અનેક યુઝર્સે કરી ટીકા
રાખીનો મેકઅપ વગરનો વીડિયો વાયરલ
રાખીના આ વીડિયોને કારણે તેની ખૂબ ટીકા કરાઈ રહી છે. પહેલા વીડિયોમાં રાખી ફ્લોરલ આઉટફિટમાં જોવા મળી રહી છે. રાખી મેકઅપ વગર જોવા મળી રહી છે. અભિનેત્રી પોતાના કિક બોક્સિંગ સરની સાથે બાઈક પર જોવા મળી રહી છે. બીજા વીડિયોમાં રાખી પોતાના સરની સાથે કૉફી પી રહી છે. વીડિયોમાં રાખી કહી રહી છે, આજે સન્ડે છે તો હું જીમ જલ્દી આવી ગઇ હતી. હું છ વાગ્યે આવી ગઇ અને મારા કિક બૉક્સિંગવાળા જે સર છે તેની સાથે કૉફી પીવા જઇ રહી છુ. મારી પાસે અડધો કલાક છે અને બાઈક રાઈડની વાત પણ અલગ છે. ઘણા લોકો આ વીડિયોને લાઇક કરી રહ્યાં છે અને કેટલાક યુઝર્સે ટીકા પણ કરી છે.
એક યુઝરે લખ્યું, મેકઅપ વગર ખૂબ ભયાનક લાગી રહી છે. બીજા યુઝરે લખ્યું, હવે વૃદ્ધાવસ્થા દેખાઈ રહી છે. અન્ય એક યુઝરે લખ્યું, કેટલી ખરાબ દેખાઈ રહી છે. આ છે વાસ્તવિકતા.