બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / rakhi sawant apologise to lawrence bishnoi gang request to leave salman khan

મનોરંજન / રાખી સાંવત ઉઠક-બેઠક કરવા માંડી, માફી માંગતા બોલી સલમાન ભાઈએ તમારું શું બગાડ્યું, લોરેન્સને કર્યા સવાલ

Bijal Vyas

Last Updated: 03:13 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન તરફથી શુભચિંતક રાખી સાવંત પોતાના સલમાન ભાઇ માટે ખૂબ જ ડરી ગઇ છે અને બિશ્નોઇ સમાજની માફી માંગી રહી છે.

  • સલમાન ભાઇ તરફથી રાખીએ બિશ્નોઇ સમાજની માંગી માફી
  • રાખીએ કહ્યું- ભાઇએ, મારી માતા માટે પણ બહુ કર્યુ છે
  • બિશ્નોઇએ સલમાનને કહ્યો ઘંમડી 

સલમાન ખાનને સતત લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. હાલમાં જ એક્ટરને એક ઇ-મેઇલ મળ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે, તારો હાલ પર સિદ્ધુ મૂસેવાલા જેવો જ થશે. જો કે સલમાનને સતત મળતી ધમકીઓથી દૂર જ રહીને પોતાના ડરને જાહેર થવા દેતો નથી, પરંતુ તેની શુભચિંતક રાખી સાવંત પોતાના સલમાન ભાઇ માટે ખૂબ જ ડરી ગઇ છે અને બિશ્નોઇ સમાજની માફી માંગી રહી છે. 

ભાઇ માટે ડરી રહી છે રાખી 
તાજેતરમાં પાપારાઝી સાથે વાત કરતા રાખી સલમાન ખાનને સપોર્ટ કરતી જોવા મળી. તે સાથે તેમને બિશ્નોઇ ગેંગથી રિક્વેસ્ટની એક્ટર એક બહુ સારા માણસ છે, તેને મારવા વિશે કોઇએ વિચાર પણ ના લાવવો જોઇએ. રાખી પોતાના ઇનસ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જ્યાં તે સલમાનને કઇ ના કરવાની વાત કરે છે. રાખી ઉઠક-બેઠક કરીને માંફી માંગી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETimes TV (@etimes_tv)

રાખીએ કહ્યું, મારા સલમાન ભાઇની તરફથી બિશ્નોઇ સમાજ પાસે હું માફી માંગુ છું, મારા ભાઇ સલમાન પર ખરાબ નજર ના રાખો. હું કહુ છું કે સલમાન બહુ જ સારા માણસ છે, ગરીબોનો દાતા છે, એક લેજેન્ડ છે. સલમાન માટે દુઆ કરો, તે લોકો માટે એટલુ કરે છે કે હું ઇચ્છુ છું કે સલમાન ભાઇના દુશ્મનોની આંખો ફૂટી જાય તેમની યાદશક્તિ ખતમ થઇ જાય. હું અલ્લાહને દુઆ કરુ છું કે, કોઇ મારા સલમાન ભાઇનુ ખરાબ ના વિચારે. 

મારા ભાઇની પાછળ કેમ પડ્યા છો?
ત્યાર બાદ એક્ટ્રેસે સલમાનની ટાઇટ સિક્યોરીટી અને હાલમાં જ લોરિન્સ બિશ્નોઇના આપેલા ઇન્ટરવ્યૂ પર કમેન્ટ કરતા કહ્યું કે, જે લોકો સલમાન ભાઇના વિરુદ્ધમાં ઇન્ટરવ્યૂ આપે છે, તેમનુ સલમાન ભાઇએ શુ બગાડ્યુ છે તમારુ? કેમ મારા ભાઇની પાછળ હાથ ધોઇને પડ્યા છો. તે બહુ સારા વ્યક્તિ છે, પ્લીઝ તેમનો પીછો છોડી દો. સલમાન એટલા અમીર છે કે તે બધા માટે બધુ કરે છે. તેણે મારી માતા માટે ઘણુ બધુ કર્યુ છે. આમ બોલતા બોલતા રાખી ઉઠક બેઠક કરવા લાગી. 

બિશ્નોઇએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, સલમાન ખાને માફી માંગવી પડશે. તેણે અમારા બિકાનેર મંદિરમા જઇને ક્ષમા માંગવી પડશે. મારા જીવનનુ લક્ષ્ય સલમાન ખાનને મારવુ છે. જેવી તેની સિક્યોરિટી હટશે તેવુ જ હુ તેને મારી નાંખીશ. સલમાન પણ મૂસવાલાની જેમ ઘમંડી છે. જો તે માંફી માંગી લેશે તો આ મેટર અહીંજ સમાપ્ત થઇ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ