બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / rakesh tikait says if govt do not listen we will go on pan india rally with 40 lakh tractors

ખેડૂત આંદોલન / '...તો પછી આખા દેશમાં 40 લાખ ટ્રેક્ટરો સાથે રેલી કાઢીશું', ટીકૈતના અલ્ટિમેટમથી વધશે સરકારનું ટેન્શન!

Last Updated: 10:17 AM, 3 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકારની વચ્ચે અંતર વધી રહ્યુ છે. દિલ્હીમાં સિંધૂ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન ખેડૂત નેતાઓએ સરકારને ચેતવણી આપી છે કે ગાજીપુર બોર્ડર પર લાખો ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતે સરકાર પાસે માંગ કરી છે કે તે ખેડૂતોની વાત નહીં માને.

  • દેશભરમાં ખેડૂતો 40 લાખ ટ્રેક્ટરોની સાથે રેલી કાઢશે
  • ખેડૂતો સાથે મુલાકાત કરવા વિપક્ષી દળોના મોટા નેતા પહોંચ્યા
  • આંદોલન સ્થળ પર ઈન્ટરનેટ પર લાગ્યો છે પ્રતિબંધ 

દેશભરમાં ખેડૂતો 40 લાખ ટ્રેક્ટરોની સાથે રેલી કાઢશે

મીડિયાની સાથે વાતચીતનમાં ટિકૈતે કહ્યું કે સરકારને ઓક્ટોબર સુધીનો સમય આપવા માટે ખેડૂતો તૈયાર છે. જો સરકાર હજું પણ તેમની વાત નહીં માને તો દેશવ્યાપી ટ્રેકટર રેલી નિકળશે. ભાકિયૂ નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દેશભરમાં ખેડૂતો 40 લાખ ટ્રેક્ટરોની સાથે રેલી કાઢશે. ભાકિયૂ નેતાએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે સરકારને ખેડૂતોની માંગ માનવી જોઈએ.

ખેડૂતો સાથે મુલાકાત કરવા વિપક્ષી દળોના મોટા નેતા પહોંચ્યા

આ પહેલા મંગળવારે ખેડૂતો સાથે મુલાકાત કરવા દેશના અલગ અલગ રાજ્યોના વિપક્ષી દળોના મોટા નેતા પહોંચ્યા. દિવસમાં અહીં શિવસેનાના સંજય રાઉત ગાજીપુર બોર્ડર પર આવીને ખેડૂતો સાથે મુલાકાત કરી. ત્યારે મોડી રાત્રે ઝારખંડના કૃષિ મંત્રી બાદલ પત્રલેખ પણ રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી. આ પ્રસંગ પર પ્રત્રલેખે કહ્યું કે ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે તે ગાજીપુર બોર્ડર આવ્યા છે.

આંદોલન સ્થળ પર ઈન્ટરનેટ પર લાગ્યો છે પ્રતિબંધ 

ઈન્ટરનેટ પર પ્રતિબંધથી ખેડૂતોની હેરાનગતિમાં વધારો થયો છે. તે બહારની દુનિયાથી કપાયેલા અનુભવી રહ્યા છે પંજાબના અમૃતસરના પલવિંદર સિંહે કહ્યું સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો અન કંક્રીટના ડિવાઈડરથી રસ્તાઓ બંધ કરી દીધા જેથી લોકોને પ્રદર્શન વિશે જાણકારી ન મળી શકે અને તે અહીં ન આવે.

સંકળાયેલા મુદ્દાઓ

rakesh tikait rally tractors ખેડૂત આંદોલન રાકેશ ટિકૈત Rally
Dharmishtha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ