બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Rajpath Club: High discount sales of branded products! What is the fact of?

જાહેરાતની માયા'જાળ' / સેલથી સાવધાન! બ્રાન્ડેડ વસ્તુના ચક્કરમાં જોજો છેતરાઇ ન જતા, સામે આવી ચોંકાવનારી માહિતી

Vishnu

Last Updated: 11:49 PM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેપરમાં આવતી જાહેરાતથી સાવધાન, બ્રાન્ડેડ નામ, વેપારીઓનું કામ તમામ! જુઓ આવી છે જાહેરખબરની હકીકત

  • માર્કેટિંગ સ્ટ્રેટેજી કે ખરી જાહેરાત?
  • કેવી રીતે લોકો લોભનો બને છે ભોગ?
  • બ્રાન્ડેડ પ્રોડક્ટ્સનું ઊંચા ડિસ્કાઉન્ટે વેચાણ!

સેલ.સેલ. સેલ. ઉતરાયણ પર મેગા સેલ. શોરૂમ કોરોનાના કારણે બંધ થઈ રહ્યો છે. બ્રાન્ડેડ વસ્તુઓ સસ્તામાં મળી રહી છે. વહેલા તે પહેલા.  આવી લોભામણી જાહેરાતો રોજ અખબારોમાં કે, અન્ય માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચે છે. અને લોકો તેના જાસામાં આવીને ખરીદી માટે પણ પહોંચી જાય છે. પરંતુ હકીકતમાં કોઈ સેલ હોય છે. શું શોરૂમ બંધ થવાની સસ્તામાં કોઈ વસ્તુઓ વેંચી દે છે. આ પ્રકારની લોભામણી જાહેરાતોનો આજે મોટો પર્દાફાશ થયો છે. વીટીવી ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં લોકોને સેલના નામે છતરતા લોકોની કરતૂતો કેદ થઈ છે. 

લાલચમાં છેતરાશો
આ પ્રકારની જાહેરાતો તમે છાપામાં જોતા જ હશો. અથવા તો રસ્તા પર નિકળો ત્યારે કોઈ દિવારો પર પોસ્ટરોમાં. બસો કે, રીક્ષાઓની પાછળ ચિપકાવેલા પેમ્પલેટોમાં. કે, પછી છાપાની સાથે ઘર સુધી પહોંચતા પેમ્પલેટોમાં આવી જાહેરાતો જોતા હશો. જેમાં એવી લાલચો આપવામાં આવી હશે કે, શોરુમ બંધ થવા જઈ રહ્યો છે. અને બ્રાન્ડે વસ્તુઓ સસ્તા ભાવે આપી દેવાની છે. બસ આટલું વાંચ્યા બાદ લોકો સસ્તાની લાલચમાં જેતે સ્થળે પહોંચી જાય છે. જ્યાં બ્રાન્ડેડ વસ્તુઓ તો કોઈ રસ્તા ભાવે નહીં પરંતુ તમને સેલના નામે મોંઘી જ મળે છે. અને તમે એક વખત પહોંચી ગયા એટલે સમજવું કાંઈ લઈને જ બહાર નિકળશો. અહીં કોઈ જ પ્રકારનો શોરૂમ બંધ નથી થવાનો હોતો. પરંતુ તમને માત્ર મુર્ખ બનાવવું કામ કરવામાં આવે છે. આ જાણવા માટે અમે પ્રતિષ્ઠિત રાજપથ ક્લબ ખાતે પહોંચી ગયા જ્યાં આ રીતે કોઈ શોરૂપ દ્વારા સેલ લગાવવામાં આવ્યો હતો. 

છાપા દર્શાવ્યા પ્રમાણે અહીં સેલ તો લાગ્યો છે. પરંતુ સવાલ અહીં એ છે કે, શું હકીકતમાં કોઈ શોરૂમ બંધ થઈ જવાનો છે. ? શું શોરૂમ દ્વારા સેલ જાહેર કરવામાં આવ્યો છે તે શોરૂમ બંધ થઈ જવાનો હોવાથી જાહેર કરાયો છે.? હકીકતમાં જો તમે આવું વિચારીને ખરીદીમાં જતા હોય તો ચેતી જજો. કારણ કે, અહીં જાહેરાતના નામે તમને છેતરવામાં આવી રહ્યા છે. હકીકત તો અમે પણ જાણીને ચોંકી ગયા. જ્યારે સેલના સંચાલકની વાતો અમારી ત્રીજી આંખમાં કેદ થઈ હતી.

શોરૂમ બંધ થવાના સેલની હકીકત સામે આવી
સાંભળ્યુંને. આ ભાઈએ તો શો-રૂમ બંધ થવાનો છે તેવી જાહેરાત ગુજરાતના છાપામાં આપી. અને સેલ પણ કર્ણાવતી ક્લબ ખાતે શરૂ કર્યો. પરંતુ નવાઈની વાત એ છે કે, જે શો રૂમ બંધ થવાનો છે તેનો એકપણ શો-રૂમ અમદાવાદમાં નથી. પરંતુ ઈન્દોરમાં છે.  એટલે કે, શોરૂમના બહાને અહીં ગુજરાતના લોકોને અંધારામાં રાખી. લોભામણી લાલચો આપી છેતરવામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, આવી રીતે લોભામણી જાહેરાતોના નામે લોકોને ક્યાં સુધી છેતરવામાં આવશે.? ક્યાં સુધી ખોટી જાહેરાતો આપી લોકોને લૂંટવાના ધંધા ચાલશે? અમદાવાદમાં એકપણ શોરૂમ નથી તો પછી ક્યા શોરૂમ બંધ થવાના નામે લોકોને અંધારામાં રખાય છે? શું આવી ખોટી જાહેરાતો આપી લોકોને છેતરનારા સામે કોઈ કાર્યવાહી ન થઈ શકે? આશા રાખીએ કે, આ અહેવાલ જોયા બાદ લોકો આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેશે. કારણ કે, સેલના નામે માત્ર છેતરવાના ધંધા થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ