બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / Rajnath Singh's exclusive conversation with VTV

VTV EXCLUSIVE / 2022માં ફરી ગુજરાતમાં....: જીતને લઈને રક્ષામંત્રી રાજનાથસિંહનો સૌથી મોટો દાવો

Malay

Last Updated: 03:33 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે સાથે VTV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, 2022માં ફરી પૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.

 

  • કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાત પ્રવાસે
  • રાજનાથસિંહની VTV સાથે ખાસ વાતચીત
  • ફરી પૂર્ણ બહુમત સાથે બનશે ભાજપની સરકારઃ રાજનાથસિંહ

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન તેજ બનાવી દીધું છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારકો રાજ્યના વિવિધ વિસ્તારોમાં સભા અને રોડ શૉ યોજી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર માટે આવેલા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં 2022માં ફરી પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બનશે.

કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી માટે દુષ્પ્રચાર કરે છેઃ રાજનાથસિંહ
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, 'ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, સામાન્ય બહુમતીથી નહીં હાઈ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરી રહી છે. કોંગ્રેસની પાસે બોલવા માટે કોઈ મુદ્દા નથી માટે દુષ્પ્રચાર કરે છે. ગુજરાતનો વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે.' 

આમ આદમી પાર્ટી પોતાનું અસ્તિત્વની લડાઈ લડી રહી છેઃ રાજનાથસિંહ
આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા રાજનાથસિંહે કહ્યું કે, આમ આદમી પાર્ટી પોતાનું અસ્તિત્વ બચાવવાની લડાઈ લડી રહી છે. માત્ર તે પોતાની ઉપસ્થિતિ નોંધાવવાની લડાઈ લડી રહી છે. 

બે તબક્કામાં યોજાશે ચૂંટણી
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે  1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે.  આમ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ