કેવડિયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહે હાજરી આપતા પોતાના સંબોધનમાં PM મોદીના કર્યા વખાણ કર્યા હતા તો પ્રશાંત કિશોર પર આડકતરા પ્રહાર કર્યા હતા.
કેવડિયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક
કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહનું સંબોધન
રાજનાથસિંહે PM મોદીના કર્યા વખાણ
પ્રદેશ ભાજપની કારોબારી બેઠક કેવડિયા ખાતે ચાલી રહી છે. આજે તેમ ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ પણ તેમાં હાજર રહ્યા હતા. સવારે વડોદરા એરપોર્ટ પર ઉતરાણ બાદ રાજનાથસિંહ સીધા કેવડિયા પહોંચ્યા હતા. બેઠકમાં ડિજિટલ પ્રોજેક્ટ લોન્ચ કરાયો હતો. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના હસ્તે લોન્ચ કરાયેલ આ પ્રોજેકટ બાદ ભાજપ ડિજિટલ તરફ આગળ વધશે. ભાજપ હવે ટેબ્લેટ લોન્ચ સાથે પેપરલેસ બનશે.
કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહનું સંબોધન પણ મુખ્ય હતું. પોતાની સ્પીચમાં રાજનાથસિંહે PM મોદીના વખાણ કર્યા હતા.
કોંગ્રેસે આયાતી ટેલેન્ટ લાવવી પડે છે
પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં જોડાવાની અટકળો બાબત પ્રશાંત કિશોર પર રાજનાથસિંહે આડકતરા પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યું હતું કે કોંગ્રેસે આયાતી ટેલેન્ટ લાવવી પડે છે
પરંતુ ગુજરાત ભાજપ પાસે તો ટેલેન્ટની કોઇ કમી જ નથી. અને સી.આર.પાટીલના નેતૃત્વમાં ટેક્નોલોજીનો વધુ ઉપયોગ થયો હતો.
गुजरात प्रदेश भाजपा कार्यसमिति की बैठक को आज केवड़िया में सम्बोधित किया। प्रधानमंत्री श्री @narendramodi के नेतृत्व में देश में गरीब, किसान और जवान के कल्याण और विकास के लिए समर्पित सरकार काम कर रही है। विकास के साथ जनता के प्रति जवाबदेही ने भाजपा के प्रति जनविश्वास को बढ़ाया है। pic.twitter.com/zuNYVsQE6R
તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી PM બન્યા બાદ દેશની રાજનીતિની તસવીર બદલાઇ હતી. વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે પરંતુ ખરેખર ભાજપ વિશ્વાસ જીતવાની જમીન છે. ભાજપની ઉત્તરોતર પ્રગતિ નાના મોટા કાર્યકર્તાઓને આભારી છે.
રાહુલ ગાંધી પર આકરા પ્રહારો
આ ઉપરાંત તેમણે પોતાના ભાષણમાં રાહુલ ગાંધી પર પ્રહારો કરતાં કહ્યું હતું કે કોઇપણ બાબતનો વિરોધનો પર્યાય છે રાહુલ ગાંધી. કોંગ્રેસ પર તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વખતમાં ભ્રષ્ટાચારની ભરમાર હતી અને હવે ભાજપ સરકારમાં પારદર્શક કામગીરી થઇ ગઈ છે.
આજે દેશમાં ક્યાંય આતંકવાદ નથી
આતંકવાદ બાબતે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે આજે દેશમાં ક્યાંય આતંકવાદ નથી. ઉરી ઘટના બાદ દુનિયાને સંદેશ મળ્યો હતો કે ભારત સીમા પાર કરીને પણ હુમલો કરી શકે છે. આજે સમગ્ર ભારતમાં આતંકવાદ નથી તે PM મોદીને આભારી છે. ભારત હથિયારોના ઉત્પાદનમાં પણ ધીમેધીમે સંપૂર્ણ સ્વાવલંબી બનશે