ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
વેસ્ટઈન્ડીઝમાં હાલ અંડર-19 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે જેમા ગત શનિવારે ભારતે મોટો સ્કોર બનાવ્યો હતો. યુગાન્ડા સામે ભારત દ્વારા 405 રનનો મોટો સ્કોર બનાવામાં આવ્યો અને 326 રને ભારતની વિજય થઈ હતી. આ મેચમાં રાજ બાવા નામના ખેલાડીએ 162 રન બનાવ્યા હતા જેના વિશે આજે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છે.
Raj Bawa – Highest individual score for India at the #U19CWC 🌟 pic.twitter.com/lU5GH8VY4X
— Cricket World Cup (@cricketworldcup) January 22, 2022
ADVERTISEMENT
પિતા અને દાદા હૉકીમાં માસ્ટર
ADVERTISEMENT
રાજ અંગદ બાવાના દાદા ત્રલોચન બાવા ઓલિંપિક હૉકીમાં મેડલિસ્ટ હતા. 1948માં તેઓ ઓલંપિક ગેમ્સમાં ભારત માટે રમ્યા હતા. તેમના પિતા સુખવિંદર પણ હરિયાણા જૂનિયર ટીમ માટે હોકી રમતા હતા. જોકે તેમને ક્રિકેટમાં પણ રસ હતો જેથી તેઓ1988માં અંડર-19 વર્લ્ડ કપમાં સિલેક્ટ પણ થયા હતા પરંતું સ્લિપ ડિસ્ક ઈન્જરીને કારણે તેઓ વધારે ન રમી શક્યા.
Innings Break!
— BCCI (@BCCI) January 22, 2022
Record-breaking 1⃣6⃣2⃣* for Raj Bawa 💪
1⃣4⃣4⃣ for Angkrish Raghuvanshi 👌
India U19 set the stage on fire & post a mammoth 4⃣0⃣5⃣/5⃣ on the board against Uganda U19. 👏 👏 #BoysInBlue #U19CWC #INDvUGA
Scorecard ➡️ https://t.co/R2TlR1FKq8 pic.twitter.com/V1QDRg1mzy
ADVERTISEMENT
સાઉથ આફ્રિકા સામેની મેચમાં 4 વીકેટ લીધી
ADVERTISEMENT
રાજ બાવા ઓલરાઉન્ડ છે તેણે સાઉથ આફ્રિકા સામેની પહેલી મેચમાં ચાર વીકેટ લીધી હતી. ઉપરાંત તેણે આયરલેન્ડ સામે પણ 42 રન બનાવ્યા હતા. બાદમાં તેણે યુગાન્ડા સામે 108 બોલમાં 162 રન બનાવ્યા જેમા તેણે 14 ચોક્કા અને 8 સીક્સ મારી હતી. રાજે શીખર ધવનનો રેકોર્ડ તોડીને અંડર-19 વર્લ્ડ કપમાં ઐતિહાસિક સ્કોર બનાવ્યો છે.
જમોણી છે તેમ છતા લેફ્ટ હેન્ડથી બેટિંગ કરે છે
ADVERTISEMENT
આપને જાણીને નવાઈ લાગશે કે રાજ જમોણી છે તેમ છતા તે લેફ્ટ હેન્ડથી બેટિંગ કરે છે. યુવરાજ સિંહ રાજના પિતાની અંડર ટ્રેનિંગ લેતા હતા અને રાજ માટે યુવરાજસિંહ તેના હીરો છે. જેથી તેને ફોલો કરીને તેણે લેફ્ટ હેન્ડથી બેટિંગ કરવાનું શરૂ કર્યુ હતું. યુવરાજ સિંહની જેમ તે પણ 12 નંબરની જર્સી પહેરે છે. યુવરાજ સિંહનો બર્થ ડે 12 ડિસેમ્બરે છે તો રાજનો પણ જન્મદિવસ 12 નવેમ્બરે છે.
પિતાએ તેના પાછળ ઘણી મહેનત કરી
ઉલ્લેખનીય છે કે ક્રિકેટ સિવાય રાજને ડાન્સનો પણ શોખ છે. તેના પિતાનું કહેવું છે તેના પાછળ તેમણે એક વર્ષ મહેનત કરી છે. તેને પહેલા માત્ર બોલીંગ કરવી ગમતી હતી પરંતુ તેના પિતાએ તેને બેટીંગ કરવાની પણ સલાહ આપી હતી. આજે રાજ ઓલ રાઉન્ડર છે અને તેનો ક્રેડિટ તે તેના પિતાને આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો