બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast with heavy winds in Gujarat from today: Meghraja will lash these areas

એલર્ટ / આજથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી: આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Malay

Last Updated: 07:57 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department forecast: આજથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજથી 2 દિવસ 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જે બાદ પવનની ગતિમાં વધારો થશે.

 

  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
  • ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
  • વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ શક્તા 
  • બે દિવસ 35-45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

અરબી સમુદ્રમાં સક્રિય બનેલું ચક્રવાત બિપોરજોય હવે પૂરઝડપે આગળ વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. આજથી 2 દિવસ 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ પવનની ગતિમાં વધારો થશે. પવનની ગતિ વધીને 50થી 60 કિમી થવાની શક્યતા છે. 13 જૂને પવનની ઝડપ 70 કિમી થવાની શક્યતા છે. 

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat

અમદાવાદમાં પણ રહી શકે છે વરસાદી માહોલ 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. જોકે હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાઇ રહ્યો છે. વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાતા ગુજરાતમાં વરસાદ છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. અમદાવાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થઈ શકે છે. 

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat

દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન અને વરસાદી માહોલની અસર રહેશે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે નહીં. જોકે, જોકે વાવાઝોડાને કારણે પવન અને વરસાદી માહોલ રહી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં: આ વિસ્તારોમાં પડી શકે ભારે  વરસાદ, હવામાન વિભાગે આપી દીધું એલર્ટ | 2022 first cyclone asani about to  knock imd ...

દરિયાકાંઠે હાઈએલર્ટ
સંભવિત વાવાઝોડાનો ખતરાને લઈ દરિયાકાંઠે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાનહાનીની ભીતિને ધ્યાનમાં રાખીને શહેરોમાંથી મોટા હોર્ડિંગ ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લાના 22 ગામોના 76 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવા તૈયારી કરવામાં આવી છે. દ્વારકા, વેરાવળ, અમરેલીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rain forecast gujarat heavy winds ગુજરાતમાં વરસાદ ભારે પવન સાથે વરસાદ ભારેની આગાહી મેઘરાજાની તોફાની બેટિંગ Meteorological Department Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ