ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:28 AM, 8 May 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
મુંબઈથી છપરા જનાર ટ્રેનની ચેન ખેંચવામાં આવી હતી
અમુક તોફાની તત્વોએ મુંબઈથી છપરા જઈ રહેલી ગોદાન એક્સપ્રેસ ટ્રેનની ચેન ખેંચી હતી, જેને કારણે ટ્રેન મુંબઈથી 80 કિલોમીટર દૂર એક નદીની ઉપર બનેલા પુલ પર અટકી ગઈ. આની સૂચના જ્યારે મધ્ય રેલવેનાં એક વરિષ્ઠ સહાયક લોકો પાયલટને મળી, તો તેમણે પોતાનો જીવ જોખમમાં મુકીને ટ્રેન ફરી સ્ટાર્ટ કરી. મધ્ય રેલવેએ ગુરુવારે શહેરથી લગભગ 80 કિલોમીટર દૂર ટીટવાલા અને ખડાવલિ વચ્ચે બનેલ આ ઘટનાનો એક વીડિયો ટ્વીટ કર્યો છે અને યાત્રીઓને ટ્રેનમાં વગર કારણે ચેન ન ખેંચવાની વિનંતી પણ કરી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ ગયો છે.
ADVERTISEMENT
Pulling the Alarm Chain for no reason can cause trouble to many!
— Ministry of Railways (@RailMinIndia) May 6, 2022
Satish Kumar, Asst. Loco Pilot of CR,took the risk of resetting Alarm Chain of Godan Express,halted over the River Bridge between Titwala & Khadavli Station.
Pull the chain of a train only in case of an emergency. pic.twitter.com/I1Jhm9MESh
ADVERTISEMENT
લોકો પાયલટે જીવ જોખમમાં મૂકી ટ્રેન ફરી શરુ કરી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં વરિષ્ઠ સહાયક લોકો પાયલટ સતીશ કુમારને પુલ પર ઉભેલી ટ્રેનને સરખી કરતા જોઈ શકાય છે. સેન્ટ્રલ રેલવેનાં મુખ્ય પ્રવક્તા શિવાજી સુતારે કહ્યું કે અમુક તોફાની તત્વોએ મુંબઈથી છપરા જઈ રહેલી ગોદાન એક્સપ્રેસની અલાર્મ ચેન ખેંચી હતી. આ કારણે ટ્રેન ટીટવાલા અને ખડાવલિ વચ્ચ કાલૂ નદી પૂલ પર અટકી ગઈ હતી.
ADVERTISEMENT

વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ
ADVERTISEMENT
સુતારે કહ્યું કે મધ્ય રેલવે યાત્રીઓને વગર કારણે અલાર્મ ચેન ન ખેંચવાની વિનંતી કરે છે. તેમણે કહ્યું કે 16થી 30 એપ્રિલ, 2022 વચ્ચે એકલા મુંબઈ ડિવિઝનમાં અલાર્મ ચેન ખેંચવાની 197 ઘટનાઓ બની છે. આમાંથી મોટાભાગનાં મામલાઓમાં કલ્યાણ-કસારા, કલ્યાણ-બદલાપુર અને પનવેલ-રોહા વચ્ચે ઘણા અન્ય સ્થાનો પર પૂર્વોત્તર દિશામાં જનાર ટ્રેન સામે આવી છે.
અધિકારીએ આગળ કહ્યું કે રેલવે સુરક્ષા બળોએ આ પ્રકારે 166 મામલાઓ દાખલ કર્યા છે અને 113 લોકોને અદાલતમાં હાજર કર્યા છે, જેમાંથી 56,000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે, તેમણે કહ્યું કે સ્ટેશનો પર આ સંબંધે વારંવાર ઘોષણા પણ કરવામાં આવી છે. રેલવેનાં વરિષ્ઠ અધિકારીઓએ કર્તવ્ય પ્રત્યે સતીશનાં સમર્પણ અને સાચા સમય પર યાત્રાને ફરી શરુ કરવાના પ્રયાસો માટે કુમારનાં વખાણ કર્યા. તેમના આ [પગલાંથી રસ્તા પર ચાલવાવાળી અન્ય ટ્રેનોમાં કોઈપણ પ્રકારનું મોડું થયું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો