બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rahul is the most expensive player in IPL-2022: even more salary than Rohit-Virat

IPL / રાહુલ IPL-2022નો સૌથી મોંઘો ખેલાડીઃ રોહિત-વિરાટ કરતાં પણ વધારે સેલેરી

Premal

Last Updated: 07:05 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ઓપનિંગ બેટર કે. એલ. રાહુલ આઇપીએલ-૨૦૨૨નો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. રાહુલને લખનૌ ફ્રેંચાઇઝીએ ૧૭ કરોડમાં પોતાની ટીમ સાથે જોડ્યો છે. રાહુલ લખનૌ ટીમનો કેપ્ટન પણ રહેશે. લખનૌ ફ્રેંચાઇઝીએ રાહુલ ઉપરાંત અનકેપ્ડ ભારતીય ખેલાડી રવિ બિશ્નોઈ અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસને પણ ટીમમાં સામેલ કર્યા છે. સ્ટોઇનિસને ૯.૨ કરોડ અને બિશ્નોઈને ચાર કરોડ રૂપિયા મળશે.

  • કેએલ રાહુલ IPL 2022નો સૌથી મોંઘો ખેલાડી બન્યો
  • લખનૌ ફ્રેન્ચાઇઝીએ ૧૭ કરોડમાં પોતાની ટીમ સાથે જોડ્યો
  • રાહુલ લખનૌ ટીમનો કેપ્ટન પણ રહેશે

વિરાટ હજુ પણ આરસીબીનો સૌથી મોંઘો ખેલાડી

મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્માને ૧૬ કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. ગત સિઝનમાં રોહિતને ૧૫ કરોડ મળ્યા હતા, જ્યારે આરસીબીની કેપ્ટનશિપ છોડી ચૂકેલા વિરાટ કોહલીને ફ્રેંચાઇઝી ૧૫ કરોડની ચુકવણી કરશે. વિરાટ હજુ પણ આરસીબીનો સૌથી મોંઘો ખેલાડી છે જ. ગત સિઝનમાં વિરાટને ૧૭ કરોડ રૂપિયા મળ્યા હતા. આઇપીએલ-૨૦૨૨ના મોંઘા ખેલાડીઓની વાત કરવામાં આવે તો ચેન્નઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાને ૧૬ કરોડ અને દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને ૧૬ કરોડમાં રિટેન કર્યા છે. આ ઉપરાંત આઇપીએલની નવી ટીમ અમદાવાદે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને ૧૫-૧૫ કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યા છે. ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહેલા હાર્દિકને અમદાવાદ ફ્રેંચાઇઝીએ ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે.

શા માટે રાહુલને ૧૭ કરોડ મળ્યા?

કે. એલ. રાહુલ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંનો એક છે. તેણે આઇપીએલની છેલ્લી ચાર સિઝનમાં ૫૭૫થી વધુનો સ્કોર બનાવ્યો છે. રાહુલ આઇપીએલ-૨૦૨૦માં ૧૪ મેચમાં પાંચ અર્ધસદી અને એક સદી સાથે ૫૫.૮૩ની સરેરાશથી ૬૯૦ રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો હતો. ૨૦૨૧માં ૬૨૬ રન સાથે ત્રીજો ટોપ સ્કોરર રહ્યો. આ ઉપરાંત રાહુલ કેપ્ટનશિપની સાથે સાથે વિકેટકીપરની પણ ભૂમિકા નિભાવે છે.

ટીમ ખેલાડી કરોડ રૂ.

MI રોહિત શર્મા ૧૬
MI જસપ્રીત બૂમરાહ ૧૨
MI સૂ્ર્યકુમાર યાદવ ૮
MI કિરોન પોલાર્ડ ૬
RCB વિરાટ કોહલી ૧૫
RCB ગ્લેન મેક્સવેલ ૧૧
RCB મોહંમદ સિરાઝ ૭
અમદાવાદ હાર્દિક પંડ્યા ૧૫
અમદાવાદ રાશિદ ખાન ૧૫
અમદાવાદ શુભમન ગિલ ૮
લખનૌ કે. એલ. રાહુલ ૧૭
લખનૌ માર્કસ સ્ટોઇનિસ ૯.૨
લખનૌ રવિ બિશ્નોઈ ૪
દિલ્હી ઋષભ પંત ૧૬
દિલ્હી અક્ષર પટેલ ૯
દિલ્હી પૃથ્વી શો ૭.૫
દિલ્હી એનરિક નોર્ત્ઝે ૬.૫
CKS રવીન્દ્ર જાડેજા ૧૬
CKS મહેન્દ્રસિંહ ધોની ૧૨
CKS મોઇન અલી ૮
CKS આર.   ગાયકવાડ ૬
SRH કેન વિલિયમ્સન ૧૪
SRH અબ્દુલ સમદ ૪
SRH ઉમરાન મલિક ૪
KKR આન્દ્રે રસેલ ૧૨
KKR વરુણ ચક્રવર્તી ૮
KKR વેંકટેશ ઐયર ૮
KKR સુનીલ નરૈન ૬
RR સંજુ સેમસન ૧૪
RR જોસ બટલર ૧૦
RR જયસ્વાલ ૪
પંજાબ મયંક અગ્રવાલ ૧૪
પંજાબ અર્શદીપસિંહ ૪

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2022 KL Rahul RCB Rohit Sharma Virat Kohli IPL2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ