બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Rahul Gandhi's trouble may increase: Petition in Gujarat High Court in defamation case

કાર્યવાહી / રાહુલ ગાંધીની મુશ્કેલીમાં થઈ શકે વધારો: બદનક્ષીના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી, રોહન ગુપ્તાની જુબાની લેવા રજૂઆત

Priyakant

Last Updated: 08:46 AM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસમાં મેટ્રો કોર્ટના હુકમને અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો, 2019 લોકસભાની ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધીએ અમિત શાહ અંગે કરી હતી વિવાદિત ટિપ્પણી

  • રાહુલ ગાંધીની મુશ્કેલી વધારો થઈ શકે
  • બદનક્ષીના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી
  • લોકસભાની ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન 
  • 22 માર્ચે આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થશે

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધારો થઈ શકે છે. વાત જાણે એમ છે કે, રાહુલ ગાંધી સામે થયેલા બદનક્ષી કેસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઈ છે. જેમાં અરજદારે મેટ્રો કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. જોકે આ કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવા અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેને લઈ હવે 22 માર્ચે આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થશે. નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી દરમ્યાન 2019માં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ થયો હતો. 

File Photo 

શું છે સમગ્ર મામલો ? 
2019માં લોકસભાની ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધીએ અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. જેમાં જબલપુરની સભામઅ અમિત શાહ વિરુદ્ધ અપશબ્દ બોલતા અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યા હતા. જે બાદમાં BJP નેતા કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદમાં રાહુલ ગાંધી વિરુધ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. મહત્વનું છે કે, આ મામલે અગાઉ રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટમાં પહોંચીને જુબાની પણ આપી હતી. 

File Photo 

22 માર્ચે હાઈકોર્ટમાં થશે સુનાવણી
આ તરફ હવે અરજદારે બદનક્ષી કેસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જે અરજીમાં રાહુલ ગુપ્તાની જુબાની ખૂબ મહત્વની હોવાની અરજદાર દ્વારા રજૂઆત કરાઇ છે. જેને લઈ હવે આગામી દિવસોમાં એટલે કે 22 માર્ચે હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી થશે. નોંધનીય છે કે, રોહન ગુપ્તાની જુબાની લેવાની અરજી મેટ્રો કોર્ટે ફગાવી હતી. મહત્વનું છે કે, રોહન ગુપ્તા જે તે વખતે કોંગ્રેસના ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયા ચેરમેન હતા તો હાલ રોહન ગુપ્તા કોંગ્રેસના પ્રવક્તા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ