બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / rahul gandhi statement Parivartan Sankalp Sabha Ahmedabad Gujarat

વચનો / ગુજરાતમાં રાહુલ ગાંધીની 10થી વધુ મોટી જાહેરાતો : 'અમારી સરકાર બનશે તો 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરીશું'

Hiren

Last Updated: 04:29 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ એક્ટિવ મોડમાં છે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં તેમણે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું.

  • ગુજરાતના ખેડૂતોને લઈને રાહુલ ગાંધીની મોટી જાહેરાત
  • અમારી સરકાર બનશે તો 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરીશું: રાહુલ
  • ભાજપ પર રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે. રિવરફ્રન્ટ ખાતે આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રામાં તેઓ જોડાયા છે. સંકલ્પ યાત્રામાં તેમણે સંબોધન કર્યું છે. કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કર્યું. કાર્યકરોને રાહુલ ગાંધીએ બબ્બર શેર કહ્યા. તેમણે કહ્યું કે, આજે અહીં હજારો બબ્બર શેર આવ્યા છે. તો આ કાર્યક્રમમાં અશોક ગેહલોત પણ હાજર રહ્યા. આ દરમિયાન તેમણે ગુજરાત સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તો સાથે ગુજરાતના ખેડૂતોને લઈને રાહુલ ગાંધીએ કેટલીક મોટી જાહેરાત કરી છે.

રાહુલ ગાંધીની મોટી જાહેરાત

  • તમામ નાગરિકોને 10 લાખ સુધી મફત સારવાર, વિનામૂલ્યે દવાઓ
  • ગુજરાતના ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરાશે
  • 300 યુનિટ સુધી વીજળી મફત
  • બેરોજગાર યુવાનો માટે 10 લાખ સરકારી નોકરીની ભરતી
  • બેરોજગાર યુવાનોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું
  • 50 ટકા નોકરીઓ પર મહિલાઓનો અધિકાર રહેશે
  • સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણ નાબૂદ થશે
  • દૂધ ઉત્પાદકોને પ્રત્યેક લીટર પર 5 રૂ.ની સબસીડી અપાશે
  • ગુજરાતમાં 500 રૂ.માં રાંધણ ગેસનો બાટલો અપાશે
  • છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારો વિરૂદ્ધ કાયદો લવાશે
  • ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલાશે
  • 3000 અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ બનાવાશે
  • દીકરીઓ માટે KGથી PG સુધીની શિક્ષા સંપૂર્ણ મફત આપવામાં આવશે
  • કોરોના મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા વળતર આપશે

ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશુંઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યાં પણ અમે સરકારમાં આવ્યા ત્યાં અમારુ પહેલું કામ ખેડૂતોનું દેવું માફ કરવાનું રહ્યું છે. સરદાર પટેલ જે કરતે તે અમે કરીને બતાવીશું. અમે દેવું માફ કરી દીધું. અહીં પણ તમામ ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશું. અમારી સરકાર બનશે તો 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરીશું. ગુજરાતમાં સૌથી મોટા ઉદ્યોગપતિઓનું દેવું માફ થઇ શકે છે. ગુજરાતમાં લોકો 25 વર્ષથી સહન કરી રહ્યા છે. આ લડાઈ ભાજપ-કોંગ્રેસ વચ્ચે નથી. કોની સામે લડી રહ્યા છીએ તે પહેલા સમજવું પડશે.

સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતોના હિતમાં ભાજપે કામ નથી કર્યુ. આપણે વિચારધારાની લડાઈ લડી રહ્યા છીએ. ભાજપે સરદાર પટેલની મૂર્તિ બનાવી. સરદાર પટલે માત્ર એક વ્યક્તિ ન હતા. સરદાર પટેલ હિન્દુસ્તાન અને ખેડૂતોનો અવાજ બન્યા હતા. સરદાર પટેલ હંમેશા ખેડૂતોના હિતમાં બોલતા. સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યા. બીજી તરફ ભાજપ સરકાર ખેડૂતો વિરુદ્ધ ત્રણ કાયદા લાવી.

 

ભાજપ પર રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

  • ખેડૂતોના હિતમાં ભાજપે કામ નથી કર્યુ-રાહુલ
  • આપણે વિચારધારાની લડાઈ લડી રહ્યા છે-રાહુલ
  • ભાજપે સરદાર પટેલની મૂર્તિ બનાવી-રાહુલ
  • સરદાર પટેલ હિન્દુસ્તાન અને ખેડૂતોનો અવાજ બન્યા હતા-રાહુલ
  • સરદાર પટેલ હંમેશા ખેડૂતોના હિતમાં બોલતા-રાહુલ
  • સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યા-રાહુલ
  • બીજી તરફ ભાજપ સરકાર ખેડૂતો વિરુદ્ધ ત્રણ કાયદા લાવી-રાહુલ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ