દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ પ્રારંભ કરવાતાં રાહુલ ગાંધીએ સરકાર પર આકરાં પ્રહરો કર્યા હતાં.
દાહોદ ખાતે આદિવાસી સત્યગ્રહમાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી
દેશમાં અલગ અલગ નહીં પણ એક જ ભારત હોવું જોઈએ
એક ભારતમાં તમામ લોકોને સમાન હક અને સ્થાન મળવા જોઈએ
આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. - રાહૂલ ગાંધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. રેલીને સંબોધન કરતાં રાહૂલ ગાંધીએ જણાવ્યું હતું કે આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે.
આજે બે ભારત બની રહ્યાં છે, એક અમીરોનું બીજુ આમ જનતાનું રાહુલ ગાંધી
આજે બે ભારત બની રહ્યાં છે, એક અમીરોનું જેમાં અમુક મોટા અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું ભારત ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી તેને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસને બે ભારત નથી જોઇતાં. અમને એવું ભારત જોઇએ કે જેમાં સૌને સમાન હક્ક હોય, બધાને તમામ સુવિધા મળે.
તેમણે વધુમાં જણાવ્યું હતું દેશમાં અલગ અલગ નહીં પણ એક જ ભારત હોવું જોઈએ. એક ભારતમાં તમામ લોકોને સમાન હક અને સ્થાન મળવા જોઈએ. ગુજરાતમાં બધુ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે અને ફાયદો બે ત્રણ માણસોને જ થાય છે. ગુજરાતના યુવાનોને એકસાથે મળીને સંઘર્ષ કરવો પડશે, ભાજપની સરકાર તમને કશું નહીં આપે અને તમારી પાસેથી બધુ છીનવી લેશે.