બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / વિશ્વ / rahul gandhi remark on inflation price hike sri lanka crisis

ચેતવણી / હાલમાં ભલે મારી વાત ન માનો, 2-3 વર્ષ પછી જોજો ભયંકર પરિણામ આવશે, રાહુલ ગાંધીએ આપ્યું શ્રીલંકાનું ઉદાહરણ

Pravin

Last Updated: 07:52 PM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર મોટા પ્રહારો કર્યો હતા, સાથે જ તેમણે આગામી સમયને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે.

  • રાહુલ ગાંધીએ કર્યા સરકાર પર પ્રહાર
  • ચીનને લઈને કહી દીધી આ વાત
  • કોંગ્રેસ નેતાએ કરી આ મોટી ભવિષ્યવાણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું કહેવુ છે કે, જે રીતે રશિયાએ યુક્રેન પર અટેક કર્યો છે અને તેના અમુક વિસ્તાર પર દાવો કર્યો છે, તેવું ભારત વિરૂદ્ધ ચીન પણ કરી શકે છે. જેડીયૂના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવ સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ આ વાત કહી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, રશિયાનું કહેવુ છે કે, તે યુક્રેનની સંપ્રભુતાને સ્વિકાર નહીં કરે. તે યુક્રેનના ડોનેત્સક અને લુહાન્સ્ક જેવા વિસ્તારોનો ભાગ જ નથી માનતા. આ જ આધાર પર રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો. આખરે તેમનો ઉદ્દેશ્ય શું છે. તે યુક્રેન, નાટો અને અમેરિકાના ગઠબંધનને તોડવા માગે છે. 

રાહુલ ગાંધીએ કર્યા આકરાં પ્રહારો

રાહુલ ગાંધીએ કહ્યું કે, એકદમ આ જ સિદ્ધાંત ચીન ભારત પર લાગૂ કરવા માગે છે. તે કહે છે કે, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ ભારતના ભાગમાં નથી. અને તેણે આ વિસ્તારોમાં પોતાની સેના તૈનાત કરી દીધી છે. સરકાર તેમની આ હરકતને નજરઅંદાજ કરી રહી છે. પણ આપણી પાસે રશિયા અને યુક્રેનની માફક એક મોડલ છે. જે અહીંયા પણ લાગૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે, સરકાર સત્યનો સ્વિકાર કરતી નથી. હું તેમને કહેવા માગુ છું કે ,તેઓ સત્યને સ્વિકારે, તે મુજબની તૈયારીઓ શરૂ કરે. તેમણે કહ્યું કે, જો આપણે તૈયારીઓ નહીં કરીએ તો, પછી સ્થિતિ બગડવા પર લડાઈ માટે આપણે સક્ષમ નહીં હોઈએ.

રાહુલ ગાંધીની ભવિષ્યવાણી

એટલુ જ નહીં આ અવસરે રાહુલ ગાંધીએ ભારતની સ્થિતિની સરખામણી શ્રીલંકા સાથે કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 2થી 3 વર્ષમાં મીડિયા, સંસ્થાઓ, ભાજપ નેતાઓ અને આરએસએસે સત્યને છુપાવ્યું છે. ધીમે ધીમે સત્ય સામે આવશે. આજે જે શ્રીલંકામાં થઈ રહ્યું છે, ત્યાં સત્ય સામે આવી ગયું છે. ભારતમાં પણ સત્ય સામે આવશે. તેમણે કહ્યું કે, આખરે અંતર શું છે ? ભારતને અલગ અલગ જૂથમાં વહેંચી દેવામા આવ્યા છે. આ તમામને એક બીજાની સામે ઉભા કરી દેવામા આવ્યા છે. જ્યારે આવું થાય છે, ત્યારે હિંસા થાય છે. ભલે આજે મારા પર વિશ્વાસ ન કરો, પણ 2થી 3 વર્ષ રાહ જોયા બાદ આ દેખાશે.

અત્યારે ભલે મારી વાત ન માનો, બે ત્રણ વર્ષ રોકાઈ જાઓ, ભયંકર પરિણામ સામે હશે

ભારતની હાલની આર્થિક સ્થિતિના સંદર્ભમાં આવનારો સમય કેવો હશે, તેનો આપ અંદાજ પણ નહીં લગાવી શકો. જે આવનારો સમયમાં જોવા મળશે. તેવું આપે આપની જીંદગીમાં જોયુ પણ નહીં હોય. આ દેશને રોજગાર આપતા કરોડરજ્જૂ ટૂટી ગઈ છે. તેમણે આ જે કરોડરજ્જૂ તોડી છે, તેનું પરિણામ આગામી 2-4 વર્ષની અંદર જોવા મળી છે, અને તેનું પરિણામ ભયંકર હશે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ભારતના ભાગવા પાડવામાં આવ્યા છે. ભારત પહેલા એક દેશ હતો. હવે તેને અલગ અલગ દેશ બનાવી દેવામાં આવ્યા છે. સૌને એકબીજા સામે લડાવામાં આવી રહ્યા છે. જ્યારે આ દર્દ આવશે તો હિંસા પણ આવશે. હાલમાં ભલે મારી વાત ન માનો, 2-3 વર્ષ રોકાઈ જાઓ, પછી જોઈ લેજો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ