આસામમાં ગુરૂવારે ગેરકાયદે કબજો હટાવવા ગયેલા પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે થયેલી અથડામણમાં બે લોકોના મોત થયા હતા.
રાહુલગાંધીએ આસામમાં થયેલી હિંસાના બદલે સરકાર કર્યા પ્રહાર
ટ્વિટ કરીને જણાવ્યું કે, દેશમાં નફરતનું ઝહેર ફેલાઈ રહ્યું છે
કોંગ્રેસે આ મામલે વિરોધ કરીને રાજ્યપાલને આવેદનપત્ર સોપ્યું
રાહુલગાંધીએ આસામમાં થયેલી હિંસાના બદલે સરકાર કર્યા પ્રહાર
આસામના દરાંગમાં થયેલી હિંસાને લઈને કોંગ્રેસ આજે ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી શકે છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આસામમાં હિંસાના મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો દરેક માટે નથી તો કેવા પ્રકારાની આઝાદી?
કોંગ્રેસે દરાંગના ડીસી અને એસપીને સામે ન્યાયિક તપાસની માંગ કરી
આ પહેલા કોંગ્રેસે આસામમાં થયેલી હિંસાને લઈને મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે પૂછ્યું હતું કે જો મોટા ભાઈ CM અને નાના ભાઈ SP જેમને જોઈએ તેમને ગોળી મારી દેશે ? કોંગ્રેસ દરાંગના ડીસી અને એસપીને સસ્પેન્ડ કરીને હિંસાની ન્યાયિક તપાસની માંગ પર અડગ છે. તમને જણાવી દઈકે દરાંગના એસપી સુશાંત બિસ્વા સરમા મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના ભાઈ છે.
जब देश में नफ़रत का ज़हर फैलाया जा रहा है तो कैसा अमृत महोत्सव?
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, દેશમાં નફરતનું ઝહેર ફેલાઈ રહ્યું છે
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, જ્યારે દેશમાં નફરતનું ઝેર ફેલાઈ રહ્યું છે. ત્યારે કેવા પ્રકારનો અમૃત મહોત્સવ ? જો તે દરેક માટે નથી, તો પછી કેવા પ્રકારની આઝાદી ? '' તમેને જણાવી દઈએ કે ગુરુવારે ગેરકાદે કબજો હટાવવા ગયેલા પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચેની અથડામણાં બે લોકો માર્યા ગયાં હતાં. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હજી પણ તણાવની સ્થિતી યથાવાત છે
આસામના મુખ્યમંત્રીએ આ મામલે પોલીસનો બચાવ કર્યો
કોંગ્રેસના વિરોધ વચ્ચે આસામના સીએમ હેમંત બિસ્વા શર્માએ પોલીસનો બચાવ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 10 હજાર લોકોએ પોલીસને ઘેરી લીધી હતી. ત્યારે જ પોલીસે તેમના બચાવમાં બદલો લીધો હતો. રાજ્ય સરકારે ગુરુવારે બનેલી ઘટનામાં ગૌહાટી હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસના આદેશ આપ્યા છે, જોકે ન્યાયાધીશના નામની જાહેરાત કરવાની બાકી છે.
કોંગ્રેસે આ મામલે વિરોધ કરીને રાજ્યપાલને આવેદનપત્ર સોપ્યું
કોંગ્રેસના નેતાઓ શુક્રવારે આસામના રાજ્યપાલ જગદીશ મુખીને મળ્યા હતા અને તેમને યોગ્ય પુનર્વસન પેકેજ જાહેર ન થાય ત્યાં સુધી દરાંગના સીપાઝાર ખાતે અતિક્રમણ હટાવવાની કામગીરી બંધ કરવાની વિનંતી કરી હતી. કોંગ્રેસે કહ્યું કે એક જ પ્રદર્શનકારીને ત્યાં હાજર 40 થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.પરંતુ બેઘર થઈ રહેલા પ્રદર્શનકારીને ગોળી મારવી તે ખૂબ જ અમાનવીય છે.કોગ્રેંસ પાર્ટીએ કહ્યું કે પોલીસે તેને નજીકથી મારવા અને તેને મારવાને બદલે તેને શાંત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.