બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Rahul Gandhi jail sentence United Nations UN antonio gutierrez

નિવેદન / રાહુલ ગાંધીના માનહાનિ કેસ મામલે UNની સૌ પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જુઓ શું બોલ્યા એન્ટોનિયો ગુટેરસ

Pravin Joshi

Last Updated: 01:51 PM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનહાનિના મામલામાં રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યો છે. યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ કહ્યું કે તેઓ કોર્ટના નિર્ણયથી વાકેફ છે અને તેમને જાણવા મળ્યું છે કે તેમની પાર્ટીએ તેની વિરુદ્ધ અપીલ કરી છે.

  • રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં દોષિત ઠેરવ્યા
  • રાહુલ ગાંધીની સજાનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યો 
  • સજા મામલે સંયુક્ત રાષ્ટ્રનું નિવેદન આવ્યું 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં મળેલી સજાના મામલામાં સંયુક્ત રાષ્ટ્રનું નિવેદન આવ્યું છે. યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ કહ્યું છે કે યુએનને ખબર છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને તેમની પાર્ટીએ આ નિર્ણય સામે અપીલ કરી છે. 

કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી

જ્યારે ગુટેરેસને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં 'લોકશાહીની ચિંતા' છે ? તો હકે કહ્યું, 'હું કહી શકું છું કે રાહુલ ગાંધીના કેસ અંગે જે અહેવાલો આવ્યા છે તેનાથી અમે વાકેફ છીએ. અમને જાણવા મળ્યું છે કે તેમનો પક્ષ ચુકાદા સામે અપીલ કરવાની યોજના બનાવી રહ્યો છે. અત્યારે આ બાબતે હું એટલું જ કહી શકું છું.' કોર્ટે રાહુલ ગાંધીને અપરાધિક માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ સાથે કોર્ટે તેમને જામીન આપ્યા હતા અને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે 30 દિવસની સજા સ્થગિત કરી હતી. 

રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને આપ્યું હતું નિવેદન

નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? તમામ ચોરોની અટક મોદી કેમ હોય છે? રાહુલ ગાંધીના નિવેદન પછી બીજેપી ધારાસભ્યએ માનહાનિનો કેસ દાખલ કર્યો અને આરોપ લગાવ્યો કે 2019 માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે? તેમના નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પૂર્ણેશ ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી હતા. તેઓ ડિસેમ્બરમાં સુરતમાંથી ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ