ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / rahkeem cornwall made 205 runs in 77 balls

ભીમકાય બેટરનો કમાલ / 77 બોલમાં ઠોકી નાંખ્યા 205 રન: 22 તો માત્ર સિક્સર, ક્રિકેટના બાહુબલીએ તો મેદાન પર તોફાન લાવી દીધું

Published By: Jaydeep Shah

Last Updated: 05:47 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

140 કિલોગ્રામ વજન અને 6 ફૂટ 6 ઇંચનાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી રહકીમ કોર્નવાલે 77 બોલમાં 205 રન બનાવ્યા.

ADVERTISEMENT

  • વેસ્ટ ઈન્ડિઝના રહકિમે 77 બોલમાં ફટકાર્યા 205 રન 
  • 140 કિલોગ્રામ વજન અને 6 ફૂટ 6 ઇંચ લાંબુ કદ 
  • ભારત સામે કર્યું હતું ડેબ્યૂ 

 

વેસ્ટ ઈન્ડિઝની ટીમમાંથી બહાર ચાલી રહેલા રહકીમ કોર્નવાલે ટી-20 ક્રિકેટમાં એવું કારનામું કર્યું છે જેની કલ્પના કદાચ જ કોઈ બેટ્સમેને કરી હશે. તેણે અમેરિકામાં રમાયેલી T20 મેચમાં બેવડી સદી ફટકારીને બોલરો પર તબાહી મચાવી હતી. તેણે માત્ર 77 બોલમાં 22 છગ્ગા અને 17 ચોગ્ગા ફટકારીને તોફાન સાથે મેદાન પર કબજો જમાવ્યો હતો. વિશાળ શરીર ધરાવતો આ ખેલાડી બોલ પર બેટ નહીં ગદા ફટકારી રહ્યો હતો અને તેનું પરિણામ એ આવ્યું કે તેણે 77 બોલમાં 205 રન બનાવ્યા. 

140 કિલોગ્રામ વજન અને 6 ફૂટ 6 ઇંચ લાંબુ કદ 
140 કિલોગ્રામ વજન અને 6 ફૂટ 6 ઈંચના આ ખેલાડીને લઈને કહેવાય છે કે તે દુનિયાનો સૌથી ભારે બેટ્સમેન છે. તેના વિશે કહેવામાં આવે છે કે જો બોલ તેની પાસે આવે છે, તો તેને  ચંદ્ર પર લઈ જવાની તાકાત ધરાવે છે. બેટ તેમના હાથમાં કોઈ રમકડાં જેવુ લાગે છે. મેદાન પર જ્યાં સુધી તેઓ રહે છે ત્યાં સુધી બોલર્સની આવી બને છે. આ મેચમાં ખરેખર તેમણે પોતાના નામ પ્રમાણે જ બેટિંગ કરી. 

2017માં પહેલી વાર ચર્ચામાં આવ્યા હતા 
તેઓ પહેલીવાર 2017માં ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ પહોંચી હતી. અહીં તે ક્રિકેટ બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન ટીમ સાથે પ્રેક્ટિસ મેચમાં રમી રહી હતી, જેમાં રહકિમે પણ ભાગ લીધો હતો. તેના ભીમકાય શરીરને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 61 બોલમાં 59 રન બનાવ્યા હતા. રહકિમ રાઇટ હેન્ડ ઓફબ્રેક બોલર તેમજ રાઇટ હેન્ડ બેટ્સમેન છે.

ભારત સામે કર્યું હતું ડેબ્યૂ 
રહકિમે વેસ્ટઈન્ડિઝના ઘરેલૂ ટુર્નામેન્ટથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવવામાં તેઓ સફળ રહ્યા હતા. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેઓ લિવર્ડ આઇલેન્ડ્સ તરફથી રમતા હતા. 2019માં રહકિમે પોતાની ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત ભારતીય ટીમ સામે કરી હતી. જો કે, કેટલાક લોકોનું માનવું છે કે તે ક્રિકેટ માટે અયોગ્ય છે, તેથી તેને વધુ તક મળી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Rahkeem cornwall ક્રિકેટ રહકીમ કોર્નવાલ Cricket

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ