રાફેલ ડીલ ભ્રષ્ટાચારનો મામલો, PM મોદી રાજીનામું આપે: રાહુલ ગાંધી

By : juhiparikh 01:25 PM, 11 October 2018 | Updated : 01:25 PM, 11 October 2018
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પાર્ટીના મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને રાફેલ ડીલમાં અનિયમિતતા લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજીનામું માંગ્યુ છે. તેમણે કહ્યુ કે, ''PM મોદી ભ્રષ્ટ છે. આ મામલામાં તેમણે પોતાનું નામ આવતા રાજીનામું આપવું જોઇએ.''

રાહુલ ગાંધીએ આ ડીલની મદદથી PM મોદીએ અનિલ અંબાણીના ખિસ્સામાં 30000 કરોડ નાખ્યાં છે. આ સાથે જ રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, ''વિદેશ મંત્રી નિર્મલા સીતારમન આ સમયે ફ્રાંસ કેમ ગયા છે? આ સમય ફ્રાંસમાં શું થઇ રહ્યુ છે કે તેમણે ત્યાં જવું પડ્યું.''

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે, ''PM મોદી ભષ્ટ્રાચારના મામલામાં સત્તામાં આવ્યા હતા અને હવે તેઓ પોતાના આરોપોની સામનો કરવો પડી રહ્યો છે. તેમના પર આરોપ છે, તેમણે આ મામલામાં બોલવું જોઇએ. જો તેઓ આ મામલામાં નથી બોલી શકતા તો રાજીનામું આપી દેવું જોઇએ.''

તેમણે કહ્યુ કે, ''રાફેલ ડીલ સ્પષ્ટ રીતે રક્ષા ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનો મામલો છે. આ ભ્રષ્ટાચારને સમજવા માટે તમામ વાતો સામે છે, ધીમે-ધીમે આ ડીલની ગરબડો બહાર આવી રહી છે.''

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે, ''આ મામલામાં કોંગ્રેસે GPC બનીની તપાસની માંગ કરી છે. પરંતુ ભાજપ પાછળ હટી ગઇ છે. PM મોદીએ દેશના ખેડૂતો, યુવાનો અને ગરીબોની સાથે વિશ્વાસઘાત કર્યો છે.''

રાહુલ ગાંધીનું કહેવુ છે કે, ''આ મામલામાં પહેલા ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે ભારતના પ્રધાનમંત્રીએ કહ્યુ કે, અનિલ અંબાણીજીને રાફેલ ડીલ મળવી જોઇએ.'' હવે દર્સો કંપનીના સીનિયર એક્ઝક્યૂટિવે કહ્યુ કે, ''આ ડીલમાં અનિલ અંબાણીની ટીમની સાથે સોદો કરવાની શરત હતી.''Recent Story

Popular Story