બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / વિશ્વ / Radha Iyengar may get big responsibility in Ministry of Defense of America

અમેરિકા / બાયડન સરકારમાં ભારતીય અમેરિકનોનો દબદબો, સંરક્ષણ મંત્રાલયમાં રાધા અયંગરને મળી શકે છે મોટી જવાબદારી

MayurN

Last Updated: 01:37 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ભારતીય-અમેરિકી રાધા અયંગર પ્લમ્બને સૌથી મોટી ડિફેન્સ પોસ્ટ માટે નોમીનેટ કર્યું છે. આ સિવાય પણ બીજા 4 રાજદૂત આપણા ભારતીય છે

  • અમેરિકાએ ડીપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ હેડકવાર્ટર માટે ભારતીયને નોમીનેટ કર્યું 
  • ભારતીય-અમેરિકી રાધા અયંગર પ્લમ્બને મળશે મોટો હોદો 
  • અમેરિકામાં 4 મહિનામાં 4 ભારતીય રાજદૂત બન્યા 

અમેરિકામાં ભારતીયનો દબદબો 
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ભારતીય-અમેરિકી રાધા અયંગર પ્લમ્બને પેન્ટાગોન (ડીપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ હેડકવાર્ટર) માં એક મોટા પદ માટે નોમિનેટ કર્યા છે. રાધા હાલમાં ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ડિફેન્સના ચીફ ઓફ સ્ટાફ તરીકે કામ કરી રહી છે. જો બિડેનને 'ડીફેન્સ ઓફ એક્વિઝિશન અને સસ્ટેનમેંટ' ના ડેપ્યુટી અંડર સેક્રેટરીના પદ માટે નોમિનેટ કર્યા છે.

ગૂગલ અને ફેસબુકમાં પણ કામ કર્યું 
ડીફેન્સ મીનીસ્ટ્રીમાં કામ કરતા પહેલા રાધા ગૂગલ અને ફેસબુકમાં પણ કામ કરી ચૂકી છે. ફેસબુકમાં ગ્લોબલ હેડ ઓફ પોલિસી એનાલિસિસ અને ગુગલમાં ડેટા સાયન્સ ટીમમાં કામ કરવાનો અનુભવ છે. આ ઉપરાંત તે મીનીસ્ટ્રી ઓફ એનર્જી અને વ્હાઈટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં પણ અનેક પદો પર કામ કર્યું છે.

ઈકોનોમીમાં phD અને MS છે
રાધા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતી. હાર્વર્ડમાં પોસ્ટડોક્ટરલ તરીકે કામ કર્યું. તેમણે પ્રિન્સટન વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી અને એમ.એસ. અને મૈસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બી.એસ. કર્યું છે.

4 મહિનામાં 4 રાજદૂત બન્યા 
એક મહિના પહેલા વ્હાઇટ હાઉસે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે જો બિડેન ભારતીય-અમેરિકી ગૌતમ રાણાને સ્લોવાકિયામાં અમેરિકાના નવા રાજદૂત તરીકે   નોમિનેટ કરવા માટે તૈયાર છે. આ પહેલા બિડેને એપ્રિલમાં ભારતીય-અમેરિકી રાજનયિક રચના સચદેવાને માલીમાં પોતાના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા હતા.
માર્ચમાં પુનીત તલવારને મોરોક્કોમાં અને શેફાલી રાજદાન દુગ્ગલને નેધરલેન્ડમાં રાજદૂત બનાવવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ