બ્રેકિંગ ન્યુઝ
VTV / pubg Mobile Is Working In India Even After Ban And Players Are Getting Chicken Dinners Easily, Will Be Blocked Soon
Parth
Last Updated: 07:47 PM, 6 September 2020
ADVERTISEMENT
બીજી સપ્ટેમ્બરના રોજ સરકાર તરફથી PUBG Mobile સહીત 118 મોબાઈલ એપ બેન કરી દેવામાં આવી હતી. ભારતમાં આ ગેમના ઘણા બધા યુઝર્સ હતા અને ગેમનું મોટું નેટવર્ક પણ હતું. એવામાં અત્યારે આ ગેમ પ્લેસ્ટોર અને એપસ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જોકે કેટલાક સ્માર્ટફોનમાં હજુ પણ આ ગેમ ઈન્સ્ટોલ છે અને તે રમી રહ્યા છે. ભારતમાં આવા કેટલાય પ્લેયર્સ છે જે ગેમ રમી રહ્યા છે.
ADVERTISEMENT
ભારતીય ગેમર્સમાં આ ગેમ ખૂબ પોપ્યુલર છે અને તેના કારણે ઘણા લોકો આ ગેમ હજુ રમી રહ્યા છે. જોકે ગેમમાં દીવાનાઓએ ખુશ થઇ જવાની જરૂર નથી કારણ કે આવું ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી ડેવલપર્સ દ્વારા ઇન્ડિયન સર્વર બંધ કરવામાં નથી આવતું. એક વાર ગેમ બ્લોક થઇ ગઈ પછી કોઈ રમી નહીં શકે. હવે ધીમે ધીમે સર્વરને બંધ કરવામાં આવશે. ગેમ ડેવલપ કંપની કહી રહી છે કે ચીજવસ્તુ સામાન્ય કરવા માટે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.
જોકે મોટા ભાગના ગેમર્સ હવે બીજી ગેમમાં શિફ્ટ થઇ રહ્યા છે. જોકે જે પ્લેયર્સ હજુ પણ આ ગેમ રમી રહ્યા છે તેમને અનુભવ થયો કે તે ખૂબ સરળતાથી 'ચીકન ડીનર' મેળવી રહ્યા છે. જોકે આવું થવા પાછળ પણ એક કારણ છે કે ગેમમાં જયારે પ્લેયર્સ ઓછા થઇ જાય તો ગેમના બોટ પ્લેયર્સ તેમાં આવી જાય છે તેમને મારવા ખૂબ સરળ હોય છે.
જેના કારણે જે લોકો અત્યારે ગેમ રમી રહ્યા છે સરળતાથી જીતી રહ્યા છે. જોકે આ ગેમ બ્લોક થશે જ તે નક્કી છે. પહેલા સરકારે 59 એપ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તે બાદ ધીમે ધીમે એ બધા જ એપ બ્લોક થઇ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.