બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / prisoner will contest independent gujarat election from Navsari seat

ઇલેક્શન 2022 / ગુજરાતની આ બેઠક પરથી જેલનો કેદી અપક્ષમાંથી ચૂંટણી લડશે, કલેક્ટરની મંજૂરી લઈ વકીલ દ્વારા ઉમેદવારી નોંધાવી

Dhruv

Last Updated: 08:58 AM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બીજા તબક્કાની 93 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. એવામાં હવે નવસારી બેઠક પરથી રાજકોટ જેલનો કેદી અપક્ષમાંથી ચૂંટણી લડશે.

  • રાજકોટ જેલમાંથી કેદી બન્યો નવસારી બેઠકનો ઉમેદવાર
  • પાસાના કેદીએ નવસારી બેઠકેથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી
  • કલેક્ટરની મંજૂરી લઈ પોતાના વકીલ દ્વારા અપક્ષમાં ફોર્મ ભર્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ઉમેદવારી નોંધાવવાની તેમજ ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખો જાહેર થઇ જતા જ તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો ઉમેદવારી નોંધાવવામાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતની નવસારી બેઠક પરથી ઉમેદવારને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

પાસાના આરોપીએ નવસારી બેઠક પરથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી
નવસારી બેઠક પરથી રાજકોટ જેલમાંથી કેદી ઉમેદવાર બન્યો છે. રાજકોટની જેલમાં રહેલા પાસાના આરોપીએ નવસારી બેઠક પરથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. કેદીએ કલેક્ટરની મંજૂરી લઈ પોતાના વકીલ દ્વારા અપક્ષ માટેનું ફોર્મ ભર્યું છે. આથી, હવે નવસારી બેઠક પરથી એક કેદી અપક્ષ ચૂંટણી લડશે.

રાજકોટ જિલ્લામાં કુલ 65 ઉમેદવારો ચૂંટણી લડશે
તમને જણાવી દઇએ કે, રાજકોટ જિલ્લામાં કુલ 65 ઉમેદવારો ચૂંટણી લડશે. રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવારો છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં કુલ 13 ઉમેદવારો છે. રાજકોટ દક્ષિણ બેઠકમાં કુલ 8 ઉમેદવારો મેદાને છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાં કુલ 11 ઉમેદવારો મેદાને છે. જસદણ બેઠક પર 6 ઉમેદવારો અને ગોંડલ બેઠક પર 4 ઉમેદવારો છે. જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવારો અને ધોરાજી વિધાનસભા બેઠક પર કુલ 7 ઉમેદવારો મેદાને છે.

બીજા તબક્કાની 93 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં વિરોધના વંટોળ વચ્ચે બીજા તબક્કાની 93 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. કેટલાક બળવાખોર નેતાઓએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેમાં વાઘોડીયાથી મધુ શ્રીવાસ્તવ, પાદરાથી દિનુમામા, ધાનેરાથી માવજી દેસાઈ, ગાંધીનગરની દહેગામ બેઠક પરથી કામિનીબા તેમજ ખેરાલુમાં સાંસદના ભાઈ રામસિંહ ઠાકોરે પણ અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. બીજી બાજુ કોંગ્રેસે હાલોલ બેઠક પર છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. રાજેન્દ્ર પટેલે ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા ઉમેદવાર બદલવા પડ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ