બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / અન્ય જિલ્લા / Prime Minister Modi's statement in Anand

ચૂંટણી / નામદાર લોકોએ તમામ પછાત વર્ગના લોકોનું અપમાન કર્યું: PM મોદી

vtvAdmin

Last Updated: 10:13 PM, 17 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને બે દિવસની મુલાકાતે છે..મોદીએ ગુજરાતમાં જનસભાને સંબોધીત કરી હતી અને ગુજરાતનીઓ પાસે 26માંથી 26 બેઠકો પર કમળ ખીલવવાની વાત કરી હતી. આ ઉપરાંત મોદીએ કોંગ્રેસ પર મોંઘવારી અને અન્ય અનેક મામલે પ્રહાર કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને બે દિવસની મુલાકાતે છે..મોદીએ ગુજરાતમાં જનસભાને સંબોધીત કરી હતી અને ગુજરાતીઓ પાસે 26માંથી 26 બેઠકો પર કમળ ખીલવવાની વાત કરી હતી. આ ઉપરાંત મોદીએ કોંગ્રેસ પર મોંઘવારી અને અન્ય અનેક મામલે પ્રહાર કર્યા હતા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને બે દિવસની મુલાકાતે છે. મોદીએ ગુજરાતમાં જનસભાને સંબોધીત કરી હતી. મોદીએ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં જનસભા સંબોધી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરા બૂથ સબસે મજબૂત સભાને સંબોધી રહ્યા છે. સભા સંબોધતાની સાથે જ પીએમ મોદીએ સરદારની ધરતીને નમન કર્યુ હતું, બાદમાં મોદીએ કહ્યું કે, આઝાદી બાદ દેશની મહિલાઓ અને યુવતીઓને શૌચાલય આપી શક્યો છું તેમા તમારી જ મહેનત છે. 

દેશમાં લોકોને સ્વરોજગાર આપી શક્યો તે પણ તમારા આશિર્વાદથી શક્ય બન્યું છે.  નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે હંમેશા સરદાર વલ્લભભાઇ પટેલનું અપમાન કર્યુ છે. 



કોગ્રેસ રાષ્ટ્રદ્રોહનો કાયદો હટાવવા માગે છે. કારણ કે, તેથી જમ્મૂકશ્મીરમાં પથ્થરબાજો અને નક્સલીઓને મજબૂતી મળે, જોકે એવું ક્યારેય શક્ય બનશે નહી. પુલવામામાં આપણા સૈનિકો પર હુમલો થયો હતો. 

મોદી ચૂપ રહેવાનો નથી, ઉરી હુમલા બાદ આપણા સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી. પાકિસ્તાનને ખબર હતી કે, મોદી ચૂપ રહેશે નહી. પુલવામાં હુમલા બાદ બધુ સાફ કરી નાંખ્યું. ત્યાં જ પીએમ મોદીએ કહ્યું કે, દેશના બાળકને પણ સેના પર વિશ્વાસ છે પરંતુ સ્વાર્થી લોકોને સેના પર સવાલો કરે છે

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આણંદમાં આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસની સરકારે ગરીબોનું અપમાન કર્યુ અને સાથે જ નામદાર લોકોએ તમામ પછાત વર્ગના લોકોનું અપમાન કર્યુ. કોંગ્રેસની સરકાર દેશના બહુજન સમાજને હિંદુ આતંકવાદના નામે જોડે છે અને અપમાન કરે છે. 

કોંગ્રેસ મધ્યમ વર્ગને સેલ્ફીશ અને સ્વાર્થી ગણાવે છે. આવા લોકોને ક્યારેય માફ ના કરી શકાય. આ લોકોની ડિપોઝિટ પણ જમા થઇ જવી જોઇએ. કોંગ્રેસીઓ પાકિસ્તાનનાં સમર્થન આપે છે મને બે દાયકાથી ગાળો આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2019 PM modi Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ