બ્રેકિંગ ન્યુઝ
VTV / Prices of 84 drugs including paracetamol fixed in India, prices of life-saving tablets will go down
ParthB
Last Updated: 08:51 AM, 4 July 2022
ADVERTISEMENT
સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ લેવા કરાયો આદેશ
સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે. પરંતુ આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે. સરકારે 84 દવાઓની કિંમત નક્કી કરી છે. મતલબ કે કોઈ પણ આ દવાઓ બજારમાં નિયત કિંમત કરતાં વધુ ખરીદી શકે છે.
ADVERTISEMENT
ભારતમાં 84 દવાઓના ભાવ કરાયા નક્કી
સરકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ડાયાબિટીસ, માથાનો દુખાવો, હાઈપરટેન્શન જેવા રોગોમાં વપરાતી 84 દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે. આ સાથે, NPPA એ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડવા માટે ફોર્મ્યુલેશનની કિંમતો પણ નક્કી કરી છે. NPPA અનુસાર, આ દવાઓની કિંમત 2013માં જાહેર કરાયેલ પ્રાઇસ કંટ્રોલ નોટિફિકેશન હેઠળ નક્કી કરવામાં આવી છે. આ ઓર્ડર એનપીપીએને દવાઓની છૂટક કિંમત નક્કી કરવાની સત્તા આપે છે.
પેરાસીટામોલની કિંમત નિશ્ચિત
વોગ્લિબોઝ અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડની એક ટેબ્લેટની કિંમત 10.47 રૂપિયા હશે. જો કે તેમાં GSTનો સમાવેશ થતો નથી. આ સિવાય Rosuvastatin Aspirin અને Clopidogrel Capsuleની કિંમત 13.91 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે પેરાસિટામોલ અને કેફીનની એક ટેબ્લેટની કિંમત 2.88 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સાથે, NPPA એ 30 સપ્ટેમ્બર સુધી મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન ઇન્હેલેશનની મહત્તમ કિંમતમાં વધારો કર્યો છે.
નિયમોના ભંગ બદલ વસૂલાત થશે
NPPA દવાઓની કિંમત નક્કી કરી છે. જો બજારમાં નિયત કિંમત કરતાં વધુ કિંમતે દવા મળે તો કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે. જો માર્કેટિંગ કંપનીએ દવાની વધુ કિંમત વસૂલ કરી હોય તો વધારાનો ખર્ચ વ્યાજ સાથે વસૂલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.